કથિત ગેરરીતિને પગલ આરબીઆઇએ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ વ્યવહારમાં કથિત ગેરરીતિઓ સાથે બેંગ્લોર સ્થિત શ્રી ગુરુ રાઘવેન્દ્ર સહકારી બેંક પર પ્રતિબંધ મૂક્યો છે. તે કર્ણાટકમાં અગ્રણી સહકારી બેંક તરીકે ઓળખાય છે. આ બેંકની સ્થાપના 1999 માં થઈ હતી. આ બેંકની કર્ણાટકમાં 6 શાખાઓ છે. બેંકની વેબસાઇટ અનુસાર કુલ સંપત્તિ 100 કરોડથી વધુ છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સતત બેંકિંગ સિસ્ટમમાં સુધારો લાવવા કડક પગલા લઈ રહી છે. આ અંતર્ગત, રિઝર્વ બેંકે ગત વર્ષે પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંક પર 6 મહિનાનો પ્રતિબંધ લાદ્યો હતો. જો કે, આરબીઆઈના આ નિર્ણયને કારણે પીએમસી બેંકના ગ્રાહકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. હવે આરબીઆઈએ બીજી એક બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. હાલ બેન્કને એક સાથે 35000 રૂપિયા ઉપાડવાની પરવાનગી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
