Not Set/ અર્થતંત્ર/ ડિસેમ્બર, 2019 માટે ફુગાવાનો દર નિરાશા જનક 2.59% (પ્રોવિઝનલ) રહ્યો

એક તરફ સરકાર બજેટનાં માધ્યમથી ખાડે ગયેલા ભારતીય અર્થતંત્રને પાટે ચડાવવા રોજ નતનવી કવાયતો કરી રહી છે, તો બીજી તરફ અર્થતંત્રની ગાડીને જાણે પાટા પર આવવું જ ન હોય તેમ રોજ સરકાર માટે કોઇને કોઇ માઠા અને માથાનાં દુ:ખાવા સમાન પરિસ્થિતિ નિર્માણ કરતું જ રહે છે.  અને આજે પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં […]

Top Stories Business

એક તરફ સરકાર બજેટનાં માધ્યમથી ખાડે ગયેલા ભારતીય અર્થતંત્રને પાટે ચડાવવા રોજ નતનવી કવાયતો કરી રહી છે, તો બીજી તરફ અર્થતંત્રની ગાડીને જાણે પાટા પર આવવું જ ન હોય તેમ રોજ સરકાર માટે કોઇને કોઇ માઠા અને માથાનાં દુ:ખાવા સમાન પરિસ્થિતિ નિર્માણ કરતું જ રહે છે.  અને આજે પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આવો જ ક્યાસ જોવામાં આવ્યો હતો.

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ માસિક ડબ્લ્યુપીઆઈના આધારે ફુગાવાનો વાર્ષિક દર, અગાઉના વર્ષનાં આજ મહિના(ડિસેમ્બર, 2018) માટે 0.58% (પ્રોવિઝનલ) રહ્યો હતો, તેની તુલનામાં ડિસેમ્બર, 2019  માટે 2.59% (પ્રોવિઝનલ) રહ્યો છે.

ફૂગાવાની એક વર્ષ પહેલાનાં મહિના સાથે સરખામણી, આવનાર સમય માટે ભારતીય અર્થતંત્રને કપરા ચઢાણનો સામનો કરવો પડશે તેવા સ્પષ્ટ સંકેતો આપી રહ્યો છે. હાલમાં જ અથશાસ્ત્ર માટે નોબલ પારિતોષિક મેળનાર ખ્યાત નામા અર્થશાસ્ત્રી દ્વારા પણ પોતાની PM મોદી સાથેની મુલાકાતમાં મંદી ધ્વારે ઉભી હોવાની વાત કરવામાં આવી હતી. તો IFMનાં અમેરિકન મુળનાં પ્રખર અર્થશાસ્ત્રી ગોપીનાથને પણ ભારતમાં મંદી માટે સરકારને ચેતવણી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.