Not Set/ સુરત/ માંડવી તાલુકામાં ફરી દીપડાનો આતંક, 11 વર્ષનાં બાળક પર કર્યો હુમલો

સુરતના માંડવી તાલુકામાં ફરીથી દીપડાનો આતંક વધ્યો હોવાનું સામે આવી રહ્યું છે. માંડવીના વધેસિયામાં દીપડાએ 11 વર્ષના બાળક પર હુમલો કરી પરિજનોની હાજરીમાં જ બાળકને ખેંચી જવાનો પ્રયત્ન કર્યો. જો કે પરિવારજનોએ પ્રતિકાર કરતાં દીપડો બાળકને મૂકી ભાગી ગયો હતો. આ ઘટનામાં બાળકને ગળાના ભાગે ઈજા પહોંચી છે. બાળકને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું […]

Gujarat Surat

સુરતના માંડવી તાલુકામાં ફરીથી દીપડાનો આતંક વધ્યો હોવાનું સામે આવી રહ્યું છે. માંડવીના વધેસિયામાં દીપડાએ 11 વર્ષના બાળક પર હુમલો કરી પરિજનોની હાજરીમાં જ બાળકને ખેંચી જવાનો પ્રયત્ન કર્યો. જો કે પરિવારજનોએ પ્રતિકાર કરતાં દીપડો બાળકને મૂકી ભાગી ગયો હતો. આ ઘટનામાં બાળકને ગળાના ભાગે ઈજા પહોંચી છે. બાળકને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતુ. આ વિસ્તારમાં દીપડો માત્ર શેરડીના ખેતરમાં કામ કરતાં લોકો પર જ હુમલા કરી રહ્યો છે. જેથી લોકોએ ખેતરે જવાનું છોડી દીધું છે. વનવિભાગે દીપડાને પકડવા 20 પાંજરા અને 12 સીસીટીવી કેમેરા લગાવ્યા છે. સાથે જ ગીરથી ટ્રેકર પણ બોલાવ્યા છે. છતાં દીપડો પકડાયો નથી. નોંધનીય છે કે, મંગળવારે નજીકના ગામમાંથી દીપડી પાંજરે પુરાઈ હતી. જોકે હજુ પણ દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.