બીસીસીઆઈનાં પ્રમુખ સૌરભ ગાંગુલીનું માનવું છે કે ‘મેદાનમાં એક ખરાબ દિવસ’ હોવાને કારણે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં 10 વિકેટની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને આગામી બે વનડેમાં ટીમમાં વિરાટ સેનાની વાપસી થવાની પૂરી સંભાવના છે. મંગળવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમ 255 રનમાં આઉટ થઈ ગઈ હતી જ્યારે ડેવિડ વોર્નર અને એરોન ફિંચની સદીની ઇનિંગ્સ પર ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે મેચ જીતી લીધી હતી.
ગાંગુલીએ ટ્વીટ કર્યું, ‘ઓસ્ટ્રેલિયા સામેની આગામી બે વનડે મેચ શાનદાર હશે. આ ભારતીય ટીમ ઘણી મજબૂત છે. મેદાનમાં એક ખરાબ દિવસ હોવાને કારણે આવું થયું હતું. ટીમ પહેલા આવી સ્થિતિમાં રહી ચુકી છે અને અમે બે વર્ષ પહેલાં 0-2 થી પાછળ રહીને સારુ પ્રદર્શન કર્યું હતુ. મારી શુભેચ્છાઓ. આપને જણાવી દઇએ કે, ભારતીય ટીમ રાજકોટમાં બીજી વનડે શુક્રવારે (17 જાન્યુઆરી) અને ત્રીજી મેચ રવિવારે (19 જાન્યુઆરી) બેંગલુરુમાં રમશે.
જણાવી દઈએ કે રિષભ પંતનો રાજકોટમાં બીજી વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પ્રથમ વનડે દરમિયાન તેને એક બોલ માથે વાગી ગયો હતો. ત્યારબાદ, તે વિકેટકીપિંગ માટે નીચે આવ્યો ન હતો. બીસીસીઆઈએ જણાવ્યું છે કે, તેની ઈજા પર 72 કલાક સુધી નજર રાખવામાં આવશે અને બીજી મેચમાં તે ટીમનો ભાગ નહીં લઇ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
