ગયા વર્ષે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની મેચ જોયા પછી દેશભરમાં રાતોરાત પોતાની તરફ ધ્યાન ખેંચનાર-87 વર્ષની મહિલા ચારૂલતા પટેલનું 13 મી જાન્યુઆરીએ નિધન થયું હતું. શ્રીમતી ચારૂલતા પટેલ ટીમ ઈન્ડિયા સામેની મેચ જોવા સ્ટેડિયમ ગયા બાદ દરેકનું હૃદય જીતી લીધું હતું.
ટીમ ઈન્ડિયાના 87 વર્ષીય ફેન ચારૂલતા પટેલના જુસ્સાએ બધાને ખુશ કર્યા હતા. તેઓ ભારત અને બાંગ્લાદેશ મેચ દરમિયાન વ્હીલચેરમાં ભારતીય ટીમનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. તેને જોઇને મેચ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ તેમને મળવા પહોંચ્યા હતા.
ચારૂલતા પટેલની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલએ તેમના અવસાનના સમાચારની પુષ્ટિ કરી છે.
આપને જણાવી દઈએ કે ભારત અને બંગ્લાદેશ મેચ પૂર્ણ થયા બાદ જ્યારે વિરાટ કોહલી વ્હીલચેર પર બેઠેલા ચારૂલતા પટેલને મળવા ગયો હતા તે દરમિયાન લેવામાં આવેલ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. અને સમગ્ર વિશ્વમાંથી ચારૂલતાના જુસ્સા અને ઉત્સાહની સરાહના કરવામાં અવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
