Not Set/ જુનાગઢ/ LRD મુદ્દે આપઘાત કેસમાં રબારી સમાજના આગેવાનો અને નેતાઓ વચ્ચે ચર્ચા બાદ થયું સમાધાન

જૂનાગઢમાં વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં પટાવાળાએ કરેલો આપઘાતનો મામલો ગરમાયો છે. રબારી સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો  હતો. અને મોટી સંખ્યામાં રબારી સમાજને હોસ્પિટલ બહાર ડેરા નાખ્ય઼ા  હતા. તેમજ રબારી સમાજના આગેવાનો  તથા ભુવા આતાએ મીટીંગ બોલાવી હતી. આ મુદ્દે રબારી સમાજના આગેવાનોએ  રાજીનામું આપ્યું હતું. સરકાર  માંગ  નહીં સ્વીકારે તો સમાજ સરકાર વિરૂદ્ધ જવાની ચીમકી […]

Gujarat Others

જૂનાગઢમાં વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં પટાવાળાએ કરેલો આપઘાતનો મામલો ગરમાયો છે. રબારી સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો  હતો. અને મોટી સંખ્યામાં રબારી સમાજને હોસ્પિટલ બહાર ડેરા નાખ્ય઼ા  હતા. તેમજ રબારી સમાજના આગેવાનો  તથા ભુવા આતાએ મીટીંગ બોલાવી હતી.

આ મુદ્દે રબારી સમાજના આગેવાનોએ  રાજીનામું આપ્યું હતું. સરકાર  માંગ  નહીં સ્વીકારે તો સમાજ સરકાર વિરૂદ્ધ જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ભુવાઆતાએ ભાજપમાંથી રાજીનામું આપ્યુ હતું.  તો ગૌપાલક બોર્ડના ચેરમેન જેઠાભાઈએ  પણ રાજીનામું  આપ્યું હતું.

ઉલ્લેહ્નીય છે કે, LRD ભરતીમાં અન્યાય માટે આધેડે  આત્મહત્યા કરી હતી. આપઘાતના પગલે રાજ્યભરમાં ભરતીનો વિરોધ કરી રહેલા રબારી સમાજના આગેવાનો જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પહોંચીને વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યાં હતાં. વિરોધના પગલે જૂનાગઢ પોરબંદરના સાંસદો અને રાજનેતાઓએ મધ્યસ્થી કરી હતી. જેથી રબારી સમાજના આગેવાનોએ કમિટીની રચના થવાની હૈયાધારણા મળ્યા બાદ મૃતદેહ સ્વીકારવા તૈયાર થયાં હતાં.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રબારી સમાજના આગેવાનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.  પોરબંદરના સાંસદ રમેશ ધડુક જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ રબારી સમાજના આગેવાન સાથે મળીને સુખદ સમાધાન કરાવ્યું હતું.

તપાસ માટે 4 લોકોની બનાવવામાં આવી કમિટીની રચના કરવામાં આવશે. જેમાં જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, પોરબંદર સાંસદ રમેશ ધડુક, ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, અને રણછોડ ભાઈ રબારીની કમિટીની ટીમ બનાવવામાં આવી છે. લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થતા પિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 26મી પછી સરકાર સાથે મિટીંગ થશે

પોરબંદરના સાંસદ રમેશ ધડુક અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ સુખદ સમાધાન કરાવ્યું હતું. હવે પછી 26મીએ રબારી સમાજની સરકાર સાથે મિટીંગ થશે એમ જણાવવામાં આવતાં મૃતદેહ સ્વિકારવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.