Not Set/ બોમ્બે-પુણે હાઇવે પર કાર અકસ્માત, ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી ઘાયલ

બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમી એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ ગઈ છે. શબાના આઝમીની કારનો અકસ્માત થયો છે. બોમ્બે-પુણે હાઇવે પર આ અકસ્માત થયો હતો. શબાના તેની કારમાં હતી. તેમની કાર ટકરાઈ હતી જેના કારણે તેને ઈજા પહોંચી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ શબાનાને પનવેલની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ખાલાપુર નજીક […]

Top Stories India

બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમી એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ ગઈ છે. શબાના આઝમીની કારનો અકસ્માત થયો છે. બોમ્બે-પુણે હાઇવે પર આ અકસ્માત થયો હતો. શબાના તેની કારમાં હતી. તેમની કાર ટકરાઈ હતી જેના કારણે તેને ઈજા પહોંચી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ શબાનાને પનવેલની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.

सड़क हादसे में घायल हुईं एक्ट्रेस शबाना आजमी, बॉम्बे-पुणे हाईवे पर ट्रक से हुआ एक्सीडेंट

મળતી માહિતી મુજબ, ખાલાપુર નજીક અકસ્માતમાં અભિનેત્રી શબાના આઝમી ઘાયલ થઈ હતી, તેની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. તેને પનવેલની એમજીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તે મુંબઇથી પુણે તરફ જઇ  રહી હતી.  જાવેદ અખ્તર પણ કારમાં હાજર હતા. પરંતુ  તે સુરક્ષિત છે.

ગઈકાલે રાત્રે શબાના આઝમીએ 5 સ્ટાર હોટલમાં તેના પતિ જાવેદ અખ્તરના જન્મદિવસની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં બોલિવૂડની હસ્તીઓ હાજર રહી હતી. આ પાર્ટી દરમિયાન શબાના અને તેના સાવકા પુત્ર ફરહાન અખ્તરે ઘણી મસ્તી કરી હતી. પરંતુ હવે આ સમાચાર તેના ચાહકો માટે ખૂબ જ ચોંકાવનારો છે. અકસ્માત બાદ શબાનાની તબિયત અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

શબાના ઘણીવાર તેની નિખાલસતા અને સ્પષ્ટવક્તાને કારણે હેડલાઇન્સમાં રહે છે. લોકોને તેના અભિનયની શૈલી ગમે છે. તાજેતરમાં તેની માતા અને લેખક શૌકત આઝમીનું અવસાન થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.