Not Set/ આલિયા ભટ્ટની કમરમાં થઇ ઈજા, પાલતુ બિલાડી સાથે ફોટો શેર કરી આપી માહિતી

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પાસે આ દિવસોમાં એક પછી એક ઘણી ફિલ્મો છે. કરિયરની દ્રષ્ટિએ તે ખૂબ જ વ્યસ્ત છે. થોડા સમય પહેલા તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનો પહેલો લુક બહાર આવ્યો હતો. જેની ચાહકો તેમજ સેલેબ્સે પણ પ્રશંસા કરી હતી. આલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આના દ્વારા તે ચાહકોને તેની પર્સનલ […]

Uncategorized

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પાસે આ દિવસોમાં એક પછી એક ઘણી ફિલ્મો છે. કરિયરની દ્રષ્ટિએ તે ખૂબ જ વ્યસ્ત છે. થોડા સમય પહેલા તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનો પહેલો લુક બહાર આવ્યો હતો. જેની ચાહકો તેમજ સેલેબ્સે પણ પ્રશંસા કરી હતી. આલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આના દ્વારા તે ચાહકોને તેની પર્સનલ અને પ્રોફેશનલ જીવન સાથે અપડેટ રાખે છે. તાજેતરમાં જ આલિયાને કમરમાં ઈજા થઈ હતી.

https://www.instagram.com/p/B7U1CVqlAmr/?utm_source=ig_embed

આલિયાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે તેની પાલતુ બિલાડી એડી સાથે જોવા મળી રહી છે. તેમાં આલિયા બેડ પર ચાદરથી ઓઢીને સૂતેલી જોવા મળી રહી છે. તેની બાજુમાં તેની પાલતુ બિલાડી નજીકમાં બેઠેલી જોવા મળી એહી છે.

તેની સાથે કેપ્શન પણ આપવામાં આવ્યું હતું કે મમ્મી સાથે સેલ્ફી ટાઇમ કારણ કે તેની પીઠમાં ઈજા થઇ છે અને રાત્રે 2 વાગ્યે આના કરતા વધુ સારૂ કંઈ નથી. એડી અને મમ્મી (2020). આલિયાએ તેની પાલતુ બિલાડી વતી આ કેપ્શન લખ્યું હતું.

https://www.instagram.com/p/B7U0140lyBR/?utm_source=ig_embed

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો આલિયા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી વિશે ખૂબ જ ઉત્સાહિત છે. તેનો પોસ્ટર લુક એકદમ પ્રભાવશાળી લાગ્યો હતો. લેખક એસ હુસેન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઇ’ મુજબ, ગંગુબાઈ ગુજરાતના કાઠિયાવાડની રહેવાસી હતી, જેના કારણે તેમને ગંગુબાઈ કાઠિયાવાડી કહેવાતા. જે નાની ઉંમરે કામથીપુરામાં એક વેશ્યાલયની માલકિન બની હતી. ગંગુબાઈ કાઠિયાવાડી 11 સપ્ટેમ્બર 2020 માં રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.