અમદાવાદ,
21 જુન 2018.
કાલ રોજ અરવલ્લી જીલ્લામાં અંધશ્રદ્ધાથી જોડાયલ એક ચોંકાવનારી ઘટેલી ઘટનાથી આપ પરિચિત જ હશો. અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાનાં રામગઢી ગામમાં ભત્રીજાએ પોતાની કાકીને (નામ શાંતાબેન) જીવતી સળગવી દીધી હતી. મહિલાને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં અમદાવાદના કલેક્ટરે પીડિતની મુલાકાત લીધી હતી.
ભત્રીજાએ મહિલા પર કેરોસીન છાંટી જીવતી સળગાવી દીધી હતી. મહિલા ગંભીર રીતે સળગી જવાના કારણે ગામનાં સજ્જન સભ્યો દ્વારા મહિલાને સારવાર અર્થે મોડાસાની હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. મોડાસા હોસ્પીટલના ડોક્ટરોએ મહિલાની હાલત ગંભીર હોવાના કારણે તાત્કાલિક સારવાર હાથ ધરી હતી.
આ ઘટના ખુબ નિંદાજનક હોવાના કારણે ઉછળી હતી અને છેક અમદાવાદ સુધી તેની ગુંજ સંભળાઈ હતી. જેના કારણે મહિલાને સુરક્ષા અને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી હતી. સારવાર માટે મહિલાને અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. અમદાવાદના કલેક્ટરે પીડિત મહિલાની સારવાર દરમિયાન મુલાકાત લીધી હતી અને આ ઘટનાની નિંદા કરતા ઘટના પર સંવેદના વ્યક્ત કરી હતી.
