આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપનાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની જૂનાગઢના 35 વર્ષિય આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ સાંસદ દીનુ બોઘાએ કરી વચગાળાની જામીન અરજી કરી છે. તેમને પરિવારમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા જામીન માંગ્યા હતા. તેમણે હાઇકોર્ટમાં 21 દિનની વચગાળાની જામીન અરજી કરી હતી.
આ અરજી પર આજે કોર્ટે સુનાવણી કરી હતી. અને હાઈકોર્ટે દીનુ બોઘાસોલંકીના 4 દિવસના જામીન મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના 35 વર્ષિય આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20 જુલાઈ 2010માં હાઈકોર્ટની સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે પોઈન્ટ બ્લેક રેન્જથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
