Gujarat Weather/ ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ, હીટવેવની મોટી ચેતવણી, 5 દિવસ સુધી યલો એલર્ટ

હવામાન વિભાગ (IMD) અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હીટવેવની (Heatwave) સ્થિતિ રહેવાની શક્યતા છે. ભાવનગરમાં 2 દિવસ લૂની આગાહી છે, જ્યારે પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat Breaking News
Heatwave

Gujarat Weather: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત જ થઈ છે અને હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ભાવનગરમાં 2 દિવસ હીટવેવની (Heatwave) શક્યતા છે, જ્યારે પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી જેવા વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

શહેરો

તાપમાન

અમદાવાદ 36.3°C
ડીસા 35.3°C
ગાંધીનગર 35.5°C
વડોદરા 36°C
સુરત 36°C
ભુજ 37.2°C
અમરેલી 36.9°C
રાજકોટ 36.3°C

આ તાપમાન સામાન્ય કરતાં 2થી 5 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયા છે, જે દર્શાવે છે કે ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે. IMDના તાજા બુલેટિન અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત વિસ્તારમાં 6થી 10 માર્ચ સુધી હીટવેવની સ્થિતિ રહી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8થી 10 માર્ચ દરમિયાન હીટવેવની (Heatwave) શક્યતા વધુ છે.

ગુજરાતમાં હીટવેવની (Heatwave) શક્યતા

ભારતીય હવામાન વિભાગે માર્ચથી મેના ત્રણ મહિનાના સીઝનલ આઉટલુકમાં જણાવ્યું છે કે:દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે.હીટવેવના (Heatwave) દિવસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે, ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્રના ભાગો, બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં.

ગુજરાતમાં માર્ચમાં જ હીટવેવના દિવસો સામાન્ય કરતાં 2થી 5 દિવસ વધુ રહી શકે છે, જ્યારે આખા ઉનાળા દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 6થી 12 દિવસ વધુ હીટવેવની (Heatwave) શક્યતા છે.આગામી 90 દિવસમાં મેદાની અને અંતરિયાળ વિસ્તારોમાં લૂના કિસ્સા વધી શકે છે.


આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ

આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી