Gandhinagar News/ ACBની સફળ ટ્રેપ, CID ક્રાઇમના અધિકારીઓ 30 લાખ લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગાંધીનગરમાં CID ક્રાઇમ સેલના બે પોલીસ કર્મચારીઓને રૂ. 30 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે.

Gandhinagar Top Stories Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી ચાલુ રાખતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગરમાં CID ક્રાઇમ સેલના બે પોલીસ કર્મચારીઓને રૂ. 30 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

ACB દ્વારા ઝડપાયેલા આરોપી અધિકારીઓની ઓળખ-લાંચ સ્વીકારતા

(1)  પેથાભાઇ કરમશીભાઇ પટેલ, હોદ્દો – પોલીસ ઇન્સપેક્ટર, CID ક્રાઇમ, CI સેલ, ગાંધીનગર
(2)  વિપુલભાઇ બાબુભાઇ દેસાઇ, હોદ્દો – આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, CID ક્રાઇમ, CI સેલ, ગાંધીનગર

 

CID ક્રાઇમના અધિકારીઓ 30 લાખ લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા

30 લાખ રૂપિયાની લાંચની માંગ

પ્રાપ્ત માહિતી મુજબ CID ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનના ગુનાહિત કેસ ગુ.ર.નં. 22/2024 સંદર્ભે ફરીયાદી તથા તેના મિત્ર સામે કોઈ કાર્યવાહી ન થાય તે બદલ આરોપીઓએ રૂ. 30,00,000/-ની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી લાંચ આપવા ઇચ્છતો ન હોવાથી તેણે જાગૃત નાગરિક તરીકે ACBનો સંપર્ક કર્યો હતો.

ACB દ્વારા ટ્રેપ ગોઠવાયો

ફરીયાદ આધારે ACB એ સંપૂર્ણ યોજના મુજબ ટ્રેપ ગોઠવ્યો. તારીખ 15/12/2025ના રોજ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં સ્વાગત સિટી મોલ આગળ આવેલી “ધ ઓફિસીસ હરી ગ્રુપ” નામની નવી બનેલી સાઇટ પાસે જાહેર રોડ પર ટ્રેપ યોજાયો હતો.

CID ક્રાઇમના અધિકારીઓ 30 લાખ લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા|MANTAVYA NEWS

રંગે હાથ લાંચ સ્વીકારતા ઝડપાયા

ટ્રેપ દરમિયાન આરોપી નં. 2 વિપુલભાઇ દેસાઇએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરીને લાંચ પેટે રૂ. 30 લાખની રકમ સ્વીકારી હતી. આ દરમિયાન આરોપી નં. 1 પેથાભાઇ પટેલે પણ લાંચ લેવાની સંમતિ આપી બંનેએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે. ACBની ટીમે તરત જ કાર્યવાહી કરી સમગ્ર લાંચની રકમ જપ્ત કરી હતી.

ટ્રેપિંગ અધિકારીઓની ભૂમિકા

આ સમગ્ર કાર્યવાહીનું નેતૃત્વ  ડી.એન. પટેલ, પોલીસ ઇન્સપેક્ટર, અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે ACBની અનુભવી ટીમ ટ્રેપ દરમિયાન હાજર રહી હતી. સમગ્ર કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પારદર્શિતાપૂર્વક હાથ ધરવામાં આવી.

ઉચ્ચ સ્તરની દેખરેખ હેઠળ કાર્યવાહી

આ ટ્રેપની દેખરેખ  ડી.એન. પટેલ, ઇન્ચાર્જ મદદનિશ નિયામક, ACB અમદાવાદ એકમ, અમદાવાદ દ્વારા કરવામાં આવી હતી. સુપરવિઝન અધિકારીઓના માર્ગદર્શનથી કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ થઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરૂચનાં સરસાડની માધ્યમિક શાળાનો ઈન્ચાર્જ આચાર્ય લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:કાકરાપારમાં લાંચના ષડયંત્રનો પર્દાફાશ, પોલીસ અધિકારીઓની નાકામી ટ્રેપ

આ પણ વાંચો:અમદાવાદના સેટેલાઇટમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો, માતા-પુત્રી સામે ખંડણીનો આરોપ