Not Set/ હત્યા/ ભરુચનાં આમોદ અને ભાવનગરનાં તણસામાંથી મળ્યા યુવકોનાં મૃતદેહ, હત્યાની આશંકા

ગુજરાતમાં ખૂન, લૂંટ, અપહરણ, ખંડણી, મહિલા વિરૂદ્ધ ગનાનું પ્રમાણ ઉત્તરોત્તર વધતુ જોવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ફરી ગુજરાતનાં બે જૂદાંજૂદાં શહેરોમાંથી બે યુવકોનાં મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક માહિતીનાં આધારે બંંને યુવકોની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પહેલા કિસ્સામાં ભરૂચનાં આમોદમાંથી આસરે ૨૦ – ૨૨ વર્ષનાં યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ […]

Top Stories Gujarat Others

ગુજરાતમાં ખૂન, લૂંટ, અપહરણ, ખંડણી, મહિલા વિરૂદ્ધ ગનાનું પ્રમાણ ઉત્તરોત્તર વધતુ જોવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ફરી ગુજરાતનાં બે જૂદાંજૂદાં શહેરોમાંથી બે યુવકોનાં મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક માહિતીનાં આધારે બંંને યુવકોની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

પહેલા કિસ્સામાં ભરૂચનાં આમોદમાંથી આસરે ૨૦ – ૨૨ વર્ષનાં યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. આમોદનાં ટેલિફોન એક્ષચેન્જ કચેરી પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે આમોદની સામૂહિક હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં યુવકની કોઈ કારણસર હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આમોદ પોલીસે પીએમ રિપોર્ટ બાદ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. હાલ તો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા યુવકના મૃતદેહ પાછળ રહસ્યના તાણાવાણા ગુંથાઇ જવા પામ્યા છે. શંકાસ્પદ હાલતમાં મળી આવેલો યુવકના મૃતદેહને કારણે સમગ્ર આમોદ નગરમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

બીજા કિસ્સામાં ભાવનગરનાં તણસા ગામે 40 વર્ષીય યુવકનો મૃતદેહ, તણસા પેટ્રોલ પમ્પ નજીકથી મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી અને ઘટના સ્થળને જોતા યુવકની તીક્ષ્ણ હથિયારોના ના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મરણજનાર યુવક તણસા ગામનો હોવાનું તેમજ તણસા પેટ્રોલ પમ્પ સામે આવેલ સ્ટીલ ફેકટરીમાં કામ કરતો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા ઘટનાનાં પગલે  ઘટના સ્થળે તપાસ કરી હત્યા કોણે કરી અને હત્યા પાછળનું કારણ શું છે તે જણવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.