Not Set/ ભાજપમાં ભડકો/ વધુ એક ભાજપ MLA મધુ શ્રીવાસ્તવ નારાજ, અધિકારીને તમાચા મારવાથી લઈને રાજીનામુ  આપવાની ચીમકી ઉચ્ચારી

ગુજરાત ભાજપમાં અત્યારે રિસામણા મનામણાનો દોર ચાલી રહ્યો છે. એકને માનવો ત્યાં બીજું નારાજ થઈ જાય છે. માંડ બે દિવસના મનામણાને અંતે કેતન ઇનામદાર માન્યા છે. ત્યાં ફરી એક વાર વડોદરા વાઘોડીયાના MLA મધુ શ્રીવાસ્તવ ની નારાજ્ગી સામે  આવી છે. BJPના નારાજ  MLA મધુ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે,  ‘મંત્રી કૌશિક પટેલ કામની મંજૂરી નથી આપતા, […]

Top Stories Gujarat Vadodara Politics

ગુજરાત ભાજપમાં અત્યારે રિસામણા મનામણાનો દોર ચાલી રહ્યો છે. એકને માનવો ત્યાં બીજું નારાજ થઈ જાય છે. માંડ બે દિવસના મનામણાને અંતે કેતન ઇનામદાર માન્યા છે. ત્યાં ફરી એક વાર વડોદરા વાઘોડીયાના MLA મધુ શ્રીવાસ્તવ ની નારાજ્ગી સામે  આવી છે.

BJPના નારાજ  MLA મધુ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે,  ‘મંત્રી કૌશિક પટેલ કામની મંજૂરી નથી આપતા, કોણીએ ગોળ લગાવ્યો છે’. હજુ મેં રાજીનામું આપ્યું નથી પરંતુ આપીશ તો રાજ્યમાં કેટલા નારાજ છે એ ખબર પડશે.  ‘મહિલા ધારાસભ્યોને પણ મંત્રીઓ અધિકારીઓ ધક્કા ખવરાવે છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગાંધીનગરમાં પૂનમ ભરે છે.

મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં MLA મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન  સામે આવ્યું છે. જેમ તેઓ અધિકારીને 4 તમાચા મારવાની ધમકી પણ આપી હતી. વાઘોડિયામાં મંદિર બનવાની મંજૂરી ન મળતા નારાજ હોવાનું સામે આવ્યું છે.

મધુ શ્રીવાસ્તવે પત્રકારોને જણાવ્યું હતું કે,  “ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના મતવિસ્તારના કામો લઈ જાય છે નથી થતા. શહેરના મહાદેવ તળાવ વિસ્તારમાં મેં બજરંગબલીની સ્ટિલની મૂર્તિ મૂકવાનો નિર્ધાર કર્યો છે. મેં કોન્ટ્રાક્ટરને પણ પૈસા ચુકવ્યા છે. મૂર્તિના 80 લાખ રૂપિયા પણ ચુકવી દીધા છે. મારૂં 40 ટકા કામ થઈ ગયું છે. વડોદરા કોર્પોરેશન, કલેક્ટરે મંજૂરી આપી છે. ગાંધીનગર અભિપ્રાય માટે ફાઇલ મોકલી છે. મંત્રી મને કહે  છે મંજૂર કરી આપીશ. આપીશ પણ ક્યારે …?

અંતે છેલ્લે મંત્રીને કહ્યું કે મારી પોતાની ફાઇલ નથી કે સંપત્તિની ફાઇલ નથી. છેલ્લીવાર તમને કહેવા  આવ્યો છુ.  તમે મંજૂર કરો કે ન કરો તો હું ધર્મનું કામ લઈને બેઠો છું શ્વાસ ચાલશે ત્યાં સુધી ધર્મનું કામ કરીશ તમે મંજૂર નહીં કરો તો પણ મૂર્તિ મૂકીશ. આ મધુશ્રીવાસ્તવ છે. ”

મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે ‘મારે ધર્મનું કામ કરવાનું છે. હું જ્યાં સુધી જિવતો રહ્યો ત્યાં સુધી ધર્મનું કામ કરતો રહીશ. તમે મંજૂરી આપો કે ન આપો. પરમિશન ન આપે તો મારૂ રાજીનામું આપી દઈશ. આ મારા ઘરનું કામ નથી. ધર્મનું કામ છે.’

મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, તમે ખાસ કિસ્સામાં પણ મંજૂરી આપી શકો છો. અધિકારીઓ ધક્કા ખવડાવે છે. મહિલા ધારાસભ્યો પણ રાજીનામા આપી દેશે. મે મારા દીકરાના નામે ટ્રસ્ટ બનાવ્યું છે, વ્હાઇટના પૈસા આપ્યા છે. દીકરાના નામે ટ્રસ્ટ છે. હું મૂર્તિ મૂકીશ જ

મહેસુલ પ્રધાન કૌશિક પટેલનું નિવેદન

તો આ અંગે મહેસુલ પ્રધાન  કૌશિક પટેલે જણાવ્યું હતું કે, અમે કામ કરી રહ્યા છીએ, તળાવની અંદર મૂર્તિ મુકવા માટે કોર્ટમાં કાર્યવાહી કરી છે અને મંજુરી માંગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.