Not Set/ ભાવનગર કોંગ્રેસમાં ભડકો/ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ કોંગ્રેસ છોડી NCPમાં જોડાશે

હાલ શિયાળો પુર બહારમાં જામ્યો છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ચારેતરફ ગરમાવાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.  બે દિવસથી કેતન ઈનામદારના રાજીનામાને લઈને તો આજે સ્વાર્થી મધુ શ્રીવાસ્તવની ચીમકીએ રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. તો હવે ભાવનગરની વાત કરીએ તો અહીં પણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈની કોંગ્રેસ સાથે છેડો  ફાડી NCP માં જોડાવાની અટકળોએ […]

Gujarat Others

હાલ શિયાળો પુર બહારમાં જામ્યો છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ચારેતરફ ગરમાવાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.  બે દિવસથી કેતન ઈનામદારના રાજીનામાને લઈને તો આજે સ્વાર્થી મધુ શ્રીવાસ્તવની ચીમકીએ રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.

તો હવે ભાવનગરની વાત કરીએ તો અહીં પણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈની કોંગ્રેસ સાથે છેડો  ફાડી NCP માં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સહકારી આગેવાન અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડીને એનસીપીમાં જોડાઈ જશે. 25 જાન્યુઆરીએ શંકરસિંહ વાઘેલાની હાજરીમાં ભીખાભાઈ જાજડિયા પોતાના સમર્થકો સાથે એનસીપીનો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશ નેતાઓની કાર્યપદ્ધતિથી ભીખાભાઈ જાજડિયા નારાજ હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.