ભિલોડા સહિતના તાલુકાઓમાં વારંવાર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી રહી છે. જુની તપાસમાં પરિણામ સામે આવે તે પહેલા વધુ એક મહિલા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી છે. નદી કિનારે ઝાડ પર લટકતી હાલતમાં એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
અરવલ્લી જીલ્લાના ભિલોડામાં હાથમતી અને બુઢેલી નદી વચ્ચેની સીમ વિસ્તારમાં મહિલાની લાશ મળી આવી છે. ખેતરના શેઢા ઉપર કણજીના ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડુતો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોટેજ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે સ્થાનિકોમાં હત્યા કે આત્મહત્યાને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરવલ્લી જીલ્લામાં વારંવાર ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવવી સુનિયોજીત હત્યાનું કાવતરૂ હોવાની આશંકા ઉભી થઇ છે. હત્યારાઓ પુરાવાનો નાશ કરવા ઠંડા કલેજે પતાવી દઇ મૃતદેહને ઝાડ પર લટકાવી દેતાં હોવાની આશંકા ધીમે-ધીમે મજબૂત થઇ જઇ રહી છે. જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ અત્યાર સુધી અનેક મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. જેનાથી અરવલ્લી જીલ્લા એસપી સહિત પોલીસ સામે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર સવાલો ઉભા થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
