ગતરોજ આણંદ નજીક અકબરપુરા ખાતે થયેલી જૂથ અથડામણમાં પોલીસે 150થી વધુ લોકો સામે હત્યા તેમજ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. તો ઘટનામાં પરિસ્થિતિની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં એક આધેડને ગોળી આવી હતી અને તેનું મોત થયું હતું. ફાયરિંગમાં મૃત્યુ પામનારના પરિવારજનોએ વહેલી સવારે પોસ્ટમોર્ટમ રૂમની બહાર હોબાળો મચાવ્યો હતો.
તંત્ર દ્વારા આધેડનો મૃતદેહ આપવામાં સમય લગાવતા તેમજ પરિવારની માંગ છે કે ફાયરિંગ કરનાર પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, અકબરપુરમાં ગતરોજ શુક્રવારે બપોરે 2 વાગ્યે તોફાની ટોળાં મસ્જિદ પાસે ધસી આવ્યાં હતાં. મુસ્લિમો નમાઝ અદા કરીને બહાર નીકળતા હતા ત્યારે તોફાની ટોળાંએ પથ્થરમારો કર્યો હતો, જેને પગલે કેટલાક મુસ્લિમો મસ્જિદમાં સંતાઈ ગયા હતા. બાદમાં બંને કોમનાં ટોળાંએ સામસામો પથ્થરમારો શરૂ કર્યો હતો.
આ ઘટનામાં તોફાની ટોળાં સામસામે આવી ગયાં હતાં. અને ઘટનાની જન થતા ખંભાત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટીયર ગૅસના 25 શેલ છોડ્યા હતા. સ્થિતિ કાબુમાં ન આવતાં પોલીસે 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. એ સમયે નેજા ગામના વિનોદભાઈ ફકીરભાઈ ચાવડા ને ગોળી વાગતાં મોત નીપજ્યું હતું. તેઓ અકબરપુરમાં શાકભાજી લેવા ગયા હતા અને ગામ તરફ પરત જઈ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર બનાવ દરમિયાન સ્થિતિને કાબુમાં લેવા જતાં 10થી વધુ પોલીસકર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
