Not Set/ ભરૂચ અને વલસાડમાં ચાલુ કારમાં લાગી આગ, લોકોનાજીવ પડીકે બંધાયા

ભરૂચના આમોદ તાલુકાના તણછા અને વલસાડ પાસે  દોડતી કારમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ભરૂચ ભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક દોડતી કારમાં અચાનક આગ  ભભૂકી ઉઠતા ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદના તણછા ગામ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી […]

Gujarat Others

ભરૂચના આમોદ તાલુકાના તણછા અને વલસાડ પાસે  દોડતી કારમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો.

ભરૂચ
ભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક દોડતી કારમાં અચાનક આગ  ભભૂકી ઉઠતા ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદના તણછા ગામ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કારમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. સદનસીબે કાર ચાલક કારમાંથી સહી સલામત બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. કાર ક્યાંથી ક્યાં જઇ રહી હતી તેમજ કાર ચાલક કોણ હતો તે જાણવા મળ્યું નથી. લાગેલી આગમાં કાર સંપૂર્ણ સળગીને ભસ્મીભૂત થઇ જવા પામી હતી.

વલસાડ માં કાર ભડકે બળી

વલસાડ નેશનલ હાઇવે 48 પર બની  દોડતી કારમાં આગ લાગી હતી. કાર માલિકે સેકેન્ડ હેન્ડ કાર લીધાના ત્રીજા જ દિવસે કાર પાર્સિંગ કરાવવા જતા અચાનક ચાલુ કારમાં આગ લાગી હતી. નાવો કાર માલિક કાર પોતાના નામે કરે એ પહેલાં જ કાર સળગી ઉઠી હતી. સીએનજી કાર શોર્ટ સર્કિટ ના કારણે સળગી ઉઠી હતી.

ડ્રાઈવર એ સમય સુચકતા વાપરી કાર રસ્તાની એક તરફ કરી સવારી સાથે કારમાંથી ઉતરી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થી નથી. વલસાડ ફાયર ની ટીમે આગ ને કાબુમાં લીધી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.