આરતી આજે સવારથી રડતી હતી ઘરના બધાએ પુછ્યુ કે શુ થયુ છે તને પણ તે કશુ જ બોલીના શકી અંતે કોલેજમાં અભ્યાસ કરતો અને તેનો સાૈથી લાડકો દિકરો આવ્યો ત્યારે તેને કહ્યુ કે, આ વીકએન્ડ લોકડાઉન તો થીક છે પરંતુ જો પહેલાના જેમ જ લોકડાઉન લાગી જશે તો આપણે શુ કરીશુ…? હજુ માંડ માંડ તારા પપ્પાને નવી નોકરી મળી છે અને મારુ પણ થોડુ ધણું કામ શરૃ થયુ છે. દિકરા તારા અભ્યાસનું શુ.. આવા કઇંક કેટલાય સવાલો આરતીના મનમાં ઘર કરી ગયા હતા. જેના કારણે તે માનસિક તણાવમાં ગરકાવ થઇ ગઇ હતી.
લોકોને ડર છે કે કોરોનાનો વેવ જે પ્રમાણે વધી રહ્યો છે તે જોતા કદાચ લોકડાઉનનો નિર્ણય લેવો પડે. અને જો એવુ થશે તો મધ્યમવર્ગનું સાૈથી વધુ નુકશાન થશે
આરતી જેવી મહિલાઓ કે પુરૃષો આજે ઘર-ઘરમાં જોવા મળે છે. ખાસ કરીને રોજ લાવી રોજ ખાનારા લોકોમાં આ સમસ્યાઓ વધી છે. તેની પાછળનું પણ કારણ છે. કોરોનાના વધતા ક્રોપે ના છુટકે મહાનગરોમાં રાત્રીના આઠથી સવારના સાત વાગ્યા સુધી કર્ફ્યુ કરી નાંખ્યુ છે. હવે લોકોને ડર છે કે કોરોનાનો વેવ જે પ્રમાણે વધી રહ્યો છે તે જોતા કદાચ લોકડાઉનનો નિર્ણય લેવો પડે. અને જો એવુ થશે તો મધ્યમવર્ગનું સાૈથી વધુ નુકશાન થશે.
કહેવાની જરૃર નથી કે દેશનું એક પણ રાજય કોરોનાની ઝપેટમાંથી બાકાત નથી. નાના મોટા શહેરો હોય કે ગામડાઓ ત્યાં પણ કોરોનાએ દસ્તક દીધી છે. રોજ નવા કેસોનો ભરમારો થાય છે. તો બીજી બાજુ લોકો માનસિકતાણમાં આવી ગયા છે.
આ એવો ડર છે જે પોતાની આવકને લઇને છે. પરીવારની જરૃરીયાત કેવી રીતે પુર્ણ કરશે, નાના બાળકોની સમસ્યા, જોબલેસ થઇ જઇશુ તો
શહેરની જ વાત કરીએ તો વર્તમાન સમયમાં અંદાજે 30 ટકા લોકો માનસિક તણાવનો ભોગ બન્યા છે. સાઇક્રાટીસ ડો. અંજલી મંત્રી કહે છે, આ એવો ડર છે જે પોતાની આવકને લઇને છે. પરીવારની જરૃરીયાત કેવી રીતે પુર્ણ કરશે, નાના બાળકોની સમસ્યા, જોબલેસ થઇ જઇશુ તો, આ દરેકની વચ્ચે જો અમને કોરોના થશે અને અમારા બન્નેમાંથી કોઇ મરણ પામશે તો પરીવારને અને પોતાની જાતને કેવી રીતે સંભાળીશુ. રોજના સામાન્ય ખર્ચા કેવી રીતે નિકળશે જેવા અનેક સવાલો સાથે મારી પાસે દર્દી આવે છે. હું તેમને શાંતી રાખવાની સલાહ આપુ છું અને આ દરેક વિચારોથી દૂર રહેવાની સલાહ આપુ છું. ઉપરાંત થોડી માનસીક કસરતની પણ સલાહ આપુ છું. રોજ કેસમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને એવા દર્દી છે જેમની પર પરીવારની સંર્પુણ જવાબદારી રહેલી છે. શહેરની જ વાત કરીએ તો વર્તમાન
સમયમાં અંદાજે 30 ટકા લોકો માનસિક તણાવનો ભોગ બન્યા છે. સાઇક્રાટીસ ડો. અંજલી મંત્રી કહે છે, આ એવો ડર છે જે પોતાની આવકને લઇને છેકોરોનાની કપરી સ્થિતીએ સમગ્ર વિશ્વને ફરીએકવાર હચમચાવી મુક્યુ છે.
પરંતુ આ વર્ષે તો સમસ્યા શરૃથી જ થવા લાગી છે. કારણ કે આ સમસ્યાનો ભોગ પહેલા પણ લોકો બની ચુક્યા છે. માટે લોકોમાં જુદો જ ડર જોવા મળે છે.
