એર ઇન્ડિયાનાં વેચાણ માટેનાં માર્ગ હવે ખુલી ગયા છે. જણાવી દઇએ કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એર ઈન્ડિયાનાં 100% ઇક્વિટી શેર મૂડીનાં સંચાલન નિયંત્રણ અને વેચાણ માટે ‘સૈદ્ધાંતિક’ મંજૂરી આપી દીધી છે. મોદી સરકારે એર ઈન્ડિયામાં હિસ્સો વેચવા માટે બિડ મંગાવ્યા છે. બિડિંગ 17 માર્ચ સુધીમાં થઈ શકે છે. મોદી સરકાર એર ઇન્ડિયા એક્સપ્રેસ અને AISATS માં પણ 100 ટકા હિસ્સો વેચશે. એર ઈન્ડિયાનાં સંયુક્ત ઉપક્રમ AISATSમાં તેનો 50 ટકા હિસ્સો છે.
Air India disinvestment: The Government of India (GOI) has set 17th March as deadline for submitting Expression of Interest https://t.co/iwrMT9FRWA
— ANI (@ANI) January 27, 2020
આપને જણાવી દઈએ કે, અગાઉ જીએમની મીટિંગમાં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટનો મુસદ્દો મંજૂર કરવામાં આવ્યો હતો અને આ મહિનાનાં અંત સુધીમાં, તેને જારી કરવાનો મુદ્દો બહાર આવ્યો હતો. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, બેઠક સારી રહી છે અને ટૂંક સમયમાં જ નિવેદન બહાર પાડવામાં આવશે. આપને જણાવી દઇએ કે અગાઉ હરદીપસિંહ પુરી એર ઈન્ડિયાનાં ખાનગીકરણ વિશે બોલી ચુક્યા છે. તેમણે અગાઉ કહ્યું હતું કે, એર ઇન્ડિયાનું દેવું છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યું છે, જેને હવે ચાલુ રાખી શકાય નહીં.
એર ઇન્ડિયા પર ભારે દેવાનો બોજ છે, નાણાકીય વર્ષ 2018-19માં એર ઇન્ડિયાને 8,400 કરોડનું મોટું નુકસાન ઉઠાવવું પડ્યુ હતુ. આપને જણાવી દઈએ કે, એર ઇન્ડિયા લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી છે. ઉંચા સંચાલન ખર્ચ અને વિદેશી વિનિમયમાં થયેલા નુકસાનને કારણે કંપનીને મોટું નુકસાન થયું છે, આપને જણાવી દઈએ કે એર ઈન્ડિયાએ એટલો દેવાનો બોજ ઉઠાવ્યો છે કે જેનાથી બીજી એરલાઇન શરૂ કરી શકાય છે. હાલમાં એર ઇન્ડિયા પર 60 હજાર કરોડનું દેવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
