પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અવારનવાર કાશ્મીરને લઈને ભારત સરકાર પર આકરા પ્રહારો કરતા છે, જ્યારે તેમના દેશમાં જ લઘુમતીઓ પર સતાવણીના સમાચાર અટકવાનું નામ નથી લઇ રહ્યા. લઘુમતીઓ પ્રત્યે ભેદભાવનો સિલસિલો હજુ પણ યથાવત્ છે. ફરી એકવાર કેટલાક લોકોએ મંદિર પર હુમલો કર્યો છે.
મળતી માહિતી મુજબ, સિંધ પ્રાંતમાં માતા રાણી ભટિયાની મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે આ મહિનામાં પવિત્ર તીર્થ નનકાના સાહિબ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે દાવો કર્યો છે કે સિંધમાં માતા રાણી ભટિયાનીના મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ચાર તસવીરો પણ શેર કરી છે. ટ્વિટમાં તેમણે કહ્યું કે, ‘સિંધમાં બીજા એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. થારપારકરના ચાચરો ખાતે ટોળાએ માતા રાણી ભટિયાની મંદિરમાં પવિત્ર મૂર્તિ અને ગ્રંથોને નુકસાન પહોંચાડ્યું હતું. ‘
Yet another Hindu temple vandalised in Sindh. The statue and holy scriptures desecrated as a mob attacked the temple of Mata Rani Bhatiyani in Chachro, Tharparkar. pic.twitter.com/VrKXpi8btd
— Naila Inayat (@nailainayat) January 26, 2020
કેટલાક અજાણ્યા કટ્ટરપંથીઓએ સિંધ પ્રાંતના છાછરો શહેરના થારપારકર વિસ્તારમાં આવેલા હિન્દુ મંદિર પર હુમલો કર્યો, મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું. કટ્ટરવાદીઓએ માતા રાણી ભાટિયાનીની મૂર્તિ પણ તોડી દીધી હતી.
આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે સિંધમાંથી એક પછી એક હિંદુ યુવતીઓના સતત અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન થવાના અહેવાલો આવી રહ્યા છે.
પાકિસ્તાનમાં પ્રાર્થના સ્થળો અને ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચારની ઘટનાઓ અવારનવાર મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે. સિંધ પ્રાંતની હિન્દુ છોકરીઓના બળજબરીથી ધર્મ પરિવર્તનની કેટલીક ઘટનાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
