Not Set/ અમદાવાદ/ માજી સૈનિક અને શહીદના પરિવારોએ હવે સરકાર વિરુધ કાઢ્યો મોરચો, વિવિધ માંગણીઓ સાથે ગાંધીનગર સચિવાલય તરફ કૂચ

અમદાવાદના શાહીબાગના શહીદ સ્મારક ખાતે પૂર્વ સૈનિકો અને શહીદના પરિવારજનો દ્વારા વિવિધ 15 જેટલી માગને લઇને આંદોલન કરી રહ્યાં છે. છેલ્લા 24 કલાકથી પણ વધુ કલાકો પસાર થઇ ગયા હોવા છતાં આંદોલન હજુ પણ ચાલુ છે ત્યારે માજી સૈનિક અને શહિદ પરિવારજનો ગાંધીનગર તરફ કૂચ કરશે. આ રેલીમાં 2000 થીવધુ લોકો જોડાયા છે. સુત્રોએ જણાવ્યુ […]

Ahmedabad Gujarat

અમદાવાદના શાહીબાગના શહીદ સ્મારક ખાતે પૂર્વ સૈનિકો અને શહીદના પરિવારજનો દ્વારા વિવિધ 15 જેટલી માગને લઇને આંદોલન કરી રહ્યાં છે. છેલ્લા 24 કલાકથી પણ વધુ કલાકો પસાર થઇ ગયા હોવા છતાં આંદોલન હજુ પણ ચાલુ છે ત્યારે માજી સૈનિક અને શહિદ પરિવારજનો ગાંધીનગર તરફ કૂચ કરશે. આ રેલીમાં 2000 થીવધુ લોકો જોડાયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકો તેમજ શહીદ પરિવારજનો તરફથી માગ કરવામાં આવી છે કે, પૂર્વ સૈનિકોને ભરતી પ્રક્રિયામાં છૂટછાટ આપી અને 10 ટકા ભરતી પૂર્વ સૈનિકોની કરવી. શહીદ જવાનના પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને શહીદ જવાનની પત્નીને પેન્શનની પણ માંગ  કરાઇ છે.

સાથે સાથે શહીદ જવાનોના પરિવારને એક કરોડની સહાયની માગ કરવામાં આવી છે. જ્યારે પૂર્વ સૈનિકોને ખેતી માટે જમીન અને પ્લોટ આપવાની માગ અને કોન્ટ્રાકટ પદ્ધતિ નાબૂદ કરવા સહિતની માગ કરાઇ છે.

તો બીજી બાજુ, Ex આર્મી મેન ની રેલી ને લઈ ને સચિવાલય ગેટ નંબર 1 પર પોલીસ ખડકી દેવાઈ છે. ગેટ ન.1 ની સામે નો રોડ બ્લોક કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મોટી સનખ્યાં માં પોલિસ નો બન્દોબસ્ત ગોઠવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.