Not Set/ કોંગ્રેસ સત્તા વગર તરફડીયા મારે છે, એટલે જ હવે દેશ વિરોધી પ્રવૃત્તિને સપોર્ટ કરવા લાગી છે : BJP પ્રવક્તા પ્રશાંત વાળા

ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ દિલ્હીમાં શાહિનબાગ વિસ્તારમાં સીએએ અને એનઆરસી વિરુદ્ધમાં યોજાનારા દેખાવોમાં ભાગ લેવા ગયા છે. તેમની આ મુલાકાતને પ્રદેશ ભાજપે રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ ગણાવી છે. ભાજપના મિડીયા કન્વીનર પ્રશાંત વાળાએ આ અંગે પ્રતિક્રિયા આપી.  પ્રશાંત વાળાએ કોંગ્રેસ વિશે  વાત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તા વગર તરફળિયા મારે છે, […]

Uncategorized

ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ દિલ્હીમાં શાહિનબાગ વિસ્તારમાં સીએએ અને એનઆરસી વિરુદ્ધમાં યોજાનારા દેખાવોમાં ભાગ લેવા ગયા છે. તેમની આ મુલાકાતને પ્રદેશ ભાજપે રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ ગણાવી છે. ભાજપના મિડીયા કન્વીનર પ્રશાંત વાળાએ આ અંગે પ્રતિક્રિયા આપી.  પ્રશાંત વાળાએ કોંગ્રેસ વિશે  વાત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તા વગર તરફળિયા મારે છે, એટલે હવે આવી દેશ વિરોધી પ્રવૃત્તિ ને પણ સપોર્ટ કરવા લાગ્યા છે.

દિલ્હી શાહીનબાગમાં સમર્થન આપવા ગયેલ કોંગ્રેસ ના mla ગ્યાસુદ્દીન મુદ્દે ભાજપના પ્રવક્તા પ્રશાંત વળે વધુમાં જણાવ્યુંહતું કે, દિલ્હીના શાહીન બાગમાં દેશ વિરોધી નારા લાગ્યા હોય, રાષ્ટ્ર દ્રોહી પ્રવૃત્તિ થતી હોય, ત્યાં કોંગ્રેસ ના mla હાજરી આપે, ભાષણ કરેછે.  કોંગ્રેસનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. ભાજપ નો વિરોધ કરો પણ દેશ વિરોધી પ્રવૃત્તિ નને સમર્થન  ના કરવું  જોઈએ.

પહેલા ની કોંગ્રેસ ગાંધીજી ની હતી. એ કોંગ્રેસ ને વિખેરી,  ત્યાર પછી  કોંગ્રેસ ઈન્દીરા ગાંધીની  કોંગ્રેસ આઈ અને અત્યાર ની ઇટાલિયન કોંગ્રેસ છે.  તેની પાસેથી દેશભક્તિની આશા  ના રાખી શકાય. કોંગ્રેસ ભલી ભોળી પ્રજા ને  ગેરમાર્ગે દોરે છે. પ્રદેશ કોંગ્રેસ જવાબ આપે તમે આવા ધારાસભ્યો સામે શુ પગલાં લેશો..?

આ બધું જ પૂર્વ આયોજિત સડયંત્ર દેખાય છે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, પૂર્વ આયોજિત તોફાનો કરાવવા, કોંગ્રેસ સત્તા  વિના બેબાકળી બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.