Not Set/ EC એ બેન કરેલા ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ CM કેજરીવાલને ગણાવ્યા આતંકી

દિલ્હીમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. જેને લઇને દરેક પક્ષ એડી ચોટીનું જોર અપનાવી રહ્યુ છે. ત્યારે શબ્દોનું સ્તર નેતાઓ દ્વારા દિવસેને દિવસે નીચે જતુ દેખાઇ રહ્યુ છે. હમણા પોતાના ભડકાઉ ભાષણથી ચર્ચામાં આવેલા ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માએ એકવાર ફરી શબ્દોનું સ્તર ગટર સુધી પહોચાડ્યુ છે. પ્રવેશ વર્માએ CM અરવિંદ કેજરીવાલને આતંકવાદી અને નક્સલવાદી […]

Top Stories India

દિલ્હીમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. જેને લઇને દરેક પક્ષ એડી ચોટીનું જોર અપનાવી રહ્યુ છે. ત્યારે શબ્દોનું સ્તર નેતાઓ દ્વારા દિવસેને દિવસે નીચે જતુ દેખાઇ રહ્યુ છે. હમણા પોતાના ભડકાઉ ભાષણથી ચર્ચામાં આવેલા ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માએ એકવાર ફરી શબ્દોનું સ્તર ગટર સુધી પહોચાડ્યુ છે. પ્રવેશ વર્માએ CM અરવિંદ કેજરીવાલને આતંકવાદી અને નક્સલવાદી ગણાવ્યા હતા.

આ પણ વાંચો – વીડિયો/ ભાજપ સાંસદ પરવેશ વર્માએ શાહીન બાગ પ્રદર્શનકારીઓની સરખામણી કરી Rapist સાથે

પ્રવેશ વર્માએ કહ્યું કે, નક્સલવાદીઓ અને આતંકવાદીઓ જે રીતે સરકારની સંપત્તિને નુકસાન પહોચાડે છે તે જ કામ દિલ્હીનાં મુખ્યમંત્રી પણ કરી રહ્યા છે. પશ્ચિમ દિલ્હીનાં ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માએ હવે શાહીન બાગ બાદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ‘જેમ આતંકવાદીઓ અને નક્સલવાદીઓ દેશને નુકસાન પહોંચાડે છે. રસ્તાઓ તોડે છે, સરકારી સંપત્તિને નુકસાન પહોચાડે છે, તે જ કામ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કરી રહ્યા છે. નક્સલવાદીઓ દેશને નુકસાન પહોચાડે છે અને અરવિંદ કેજરીવાલ પણ એવું જ કરી રહ્યા છે. આતંકવાદીઓ સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડે છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપનાં નેતાઓ દ્વારા શબ્દોનાં સ્તરને સતત નીચે લઇ જવામાં આવી રહ્યુ છે. તમને યાદ હશે કે થોડા દિવસો પહેલા કપિલ મિશ્રાએ પોતાના ટ્વીટમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ભારત વિ. પાકિસ્તાન ગણાવી હતી. એક મહિનાથી પણ વધુ દિવસોથી શાહીન બાગમાં સીએએ નો વિરોધ પ્રદર્શન કરતા લોકોને ટાંકીને ભાજપ સતત પ્રહારો કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.