Not Set/ વીડિયો/ કોમેડિયન કૃણાલ કામરા પર ઈન્ડિગો બાદ અન્ય ત્રણ એરલાઇન્સે મુક્યો પ્રતિબંધ

સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કામરા પર ઈન્ડિગો બાદ હવે એર ઇન્ડિયા, સ્પાઇસ જેટે અને ગોએર એ પણ પ્રતિબંધ મૂક્યો છે. જણાવી દઇએ કે, કૃણાલ કામરા પર ફ્લાઇટમાં પત્રકાર અર્ણબ ગોસ્વામી સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ છે. I did this for my hero…I did it for Rohit pic.twitter.com/aMSdiTanHo — Kunal Kamra (@kunalkamra88) January 28, 2020 કૃણાલ કામરાએ […]

Top Stories India

સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કામરા પર ઈન્ડિગો બાદ હવે એર ઇન્ડિયા, સ્પાઇસ જેટે અને ગોએર એ પણ પ્રતિબંધ મૂક્યો છે. જણાવી દઇએ કે, કૃણાલ કામરા પર ફ્લાઇટમાં પત્રકાર અર્ણબ ગોસ્વામી સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ છે.

કૃણાલ કામરાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ફ્લાઇટમાં અર્ણબ ગોસ્વામીને સવાલ પુછે છે અને વીડિયો બનાવે છે. કૃણાલનાં વીડિયો બનાવવા પર ઈન્ડિગોએ તેને 6 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે.

ઈન્ડિગો બાદ હવે એર ઇન્ડિયા, સ્પાઇસ જેટેઅને ગોએર એ પણ કૃણાલ કામરા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે કૃણાલનો વીડિયો સામે આવ્યો ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ હરકતમાં આવ્યું હતુ. ઈન્ડિગોએ અગાઉ એક ટ્વિટમાં કહ્યું હતું કે, એરલાઇન્સ ફ્લાઇટમાં અભદ્રતા કરવાને લઇને કૃણાલ કામરાને એર મુસાફરી પર 6 મહિના માટે પાબંદી લગાવી રહી છે.

આ પછી, એર ઇન્ડિયાએ પણ એક ટ્વિટ કરતા માહિતી આપી છે કે કૃણાલ કામરાનું વર્તન સહનશીલ નથી. આ કિસ્સામાં, કૃણાલ કામરાને આગામી આદેશો સુધી એર ઇન્ડિયામાં મુસાફરી પર પ્રતિબંધ છે. તે પછી હવે સ્પાઇસ જેટ દ્વારા કૃણાલ પર પ્રતિબંધ લગાવવાની માહિતી આપવામાં આવી છે. જોકે, કૃણાલ એરલાઇન્સનાં દરેક ટ્વીટ પર પણ જવાબ આપી રહ્યો છે.

આ પહેલા કૃણાલ કામરાએ વીડિયોને લઈને ચાલી રહેલા હોબાળા પર પોતાનું સ્ટેટમેન્ટ રજૂ કર્યું હતું. વળી, તે દરમ્યાન બનેલી આખી ઘટના તેના નિવેદનમાં સમજાવી છે.

GoAir એ પણ કૃણાલ કામરાને આગામી સૂચના સુધી એરલાઇન્સમાં ઉડાન પર પાબંદી લગાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.