Not Set/ ઇડર/ પ્રેમી-પંખીડાની ઝાડ પર લટકતી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ

ઇડર તાલુકાના ચાડ્પ ગામે બ્રહ્માણી માતાના મંદિર પાસેથી પ્રેમીપંખીડાની ઝાડ પર લટકતી લાશો મળી આવી છે. બે લાશ મળી આવતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.  બાઇક પર સવાર મહેસાણા જીલ્લાના ખેરાલુ પાસેના ડભોડા ગામના આ યુવક અને યુવતી  જંગલ વિસ્તારમાં ગયા હતા. અને જીવનની વાસ્તવિકતા સ્વીકારીને યુવક-યુવતિએ જીવતા ભેગા નહિ થઇ શકીએ તેવું સ્વિકારી […]

Gujarat Others

ઇડર તાલુકાના ચાડ્પ ગામે બ્રહ્માણી માતાના મંદિર પાસેથી પ્રેમીપંખીડાની ઝાડ પર લટકતી લાશો મળી આવી છે. બે લાશ મળી આવતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.  બાઇક પર સવાર મહેસાણા જીલ્લાના ખેરાલુ પાસેના ડભોડા ગામના આ યુવક અને યુવતી  જંગલ વિસ્તારમાં ગયા હતા.

અને જીવનની વાસ્તવિકતા સ્વીકારીને યુવક-યુવતિએ જીવતા ભેગા નહિ થઇ શકીએ તેવું સ્વિકારી ગળેફાંસો ખાધો હોવાની વાત સામે આવી છે. હાલતો ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં અવિચે.

ઉલ્લેખનીય છે કે, ઝાડી-ઝાંખરામાં ઝાડની ડાળી પર લટકતી બે લાશ મળી આવી છે. મૃતક યુવક ડભોડા ગામના વિષ્ણુજી ઠાકોર અને ગામની જ આરતી નામક યુવતીએ બાઇક પર સવાર થઇ ઝાડી-ઝાંખરામાં ગળેફાંસો ખાધો હોવાની સ્થિતિ સામે આવી છે. બંને ડભોડા ગામના એક જ સમાજના હોઇ અને બંનેના અલગ-અલગ જગ્યાએ લગ્ન થયેલા છે. જેનાથી મોતનું કારણ અને તેનું રહસ્ય અનેક સવાલો ઉભા કરી રહ્યુ છે. ઘટનાને પગલે એકસાથે ચાર પરિવાર ઉપર આભ ફાટી પડ્યાની સ્થિતિ બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.