Not Set/ કોરોના વાયરસથી ચીનમાં જ 170 લોકોનાં મોત, 16 દેશોમાં ફેલાયો

ચીનમાં, ખતરનાક કોરોનાવાયરસનાં કારણે મૃત્યુઆંક 170 પર પહોંચી ગયો છે. ગુરુવારે, ચીની આરોગ્ય અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું છે કે, અત્યાર સુધીમાં 7700 થી વધુ લોકો આ રોગનાં શિકાર બન્યા છે. આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નાં ડીજી ટેડ્રોસ એડહૈનામો ગેબ્રેઇસેસે જણાવ્યું છે કે પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ચીનનાં […]

Top Stories World

ચીનમાં, ખતરનાક કોરોનાવાયરસનાં કારણે મૃત્યુઆંક 170 પર પહોંચી ગયો છે. ગુરુવારે, ચીની આરોગ્ય અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું છે કે, અત્યાર સુધીમાં 7700 થી વધુ લોકો આ રોગનાં શિકાર બન્યા છે. આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નાં ડીજી ટેડ્રોસ એડહૈનામો ગેબ્રેઇસેસે જણાવ્યું છે કે પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

ચીનનાં રાષ્ટ્રીય આરોગ્ય આયોગ (એનએચસી) દ્વારા અહેવાલ આપ્યો છે કે, 1370 લોકોની હાલત ગંભીર છે. આ વાયરસનાં લક્ષણો 12,167 લોકોમાં જોવા મળ્યાં છે. બીજિંગમાં અત્યાર સુધીમાં 111 લોકોમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. વળી, શાંઘાઇમાં 100 થી વધુ લોકોમાં ચેપ જોવા મળ્યો છે. હુબેઇ પ્રાંતમાં જ મૃત્યુનો આંકડો 160 ને વટાવી ગયો છે અને વુહાન, જે વાયરસનું કેન્દ્ર છે, ત્યાં ઝડપથી આ વાયરસ પ્રસરી રહ્યો છે. વાયરસ અત્યાર સુધીમાં વિશ્વનાં 16 દેશોમાં પ્રવેશ કરી ચૂક્યો છે. જેનેવા સ્થિત ઇટરનેશનલ હેલ્થ રેગુલેશન્સ ઇમરજન્સી સમિતિને ફરીથી પરિસ્થિતિની જાણકારી આપવામાં આવી છે.

સમિતિને આંતરરાષ્ટ્રીય સ્તરે તેને હેલ્થ ઇમરજન્સી જાહેર કરવાની સલાહ આપી છે. આ સંગઠન વતી કહેવામાં આવ્યું છે કે તે આ સમસ્યાનો સામનો કરવા માટે ચીન શું કરી રહ્યું છે તેના પર પણ નજર રાખી રહ્યું છે. ચીનની બહાર ભલે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઓછી હોય પણ તે મોટા પાયે રોગચાળામાં વિશ્વભરમાં ફેલાવવામાં સક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.