Not Set/ ‘ખોવાયા છે…!! કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ’ – પત્ની કિંજલ પટેલે કર્યું ટ્વીટ

ગુજરાતની વિવિધ જેલોમાં ચલકચલાણું રમીને ૨૪ જાન્યુઆરીએ કોર્ટ માથી મુક્ત થયેલ હાર્દિક હજુ સુધી ઘરે પહોચ્યો નથી.  હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે એક ટ્વીટમાં જણાવ્યું છે કે, હાર્દિક હજુ સુધી ઘરે નથી આવ્યો. બીજી તરફ, ક્રાઈમ બ્રાંચના માણસો ઘરે આવીને હાર્દિક ક્યાં છે તેવા સવાલ કરે છે, અને ઘરમાં શોધખોળ કરી જતા રહે છે. https://twitter.com/Kinjal_H_Patel/status/1222546811673407488 […]

Ahmedabad Gujarat

ગુજરાતની વિવિધ જેલોમાં ચલકચલાણું રમીને ૨૪ જાન્યુઆરીએ કોર્ટ માથી મુક્ત થયેલ હાર્દિક હજુ સુધી ઘરે પહોચ્યો નથી.  હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે એક ટ્વીટમાં જણાવ્યું છે કે, હાર્દિક હજુ સુધી ઘરે નથી આવ્યો. બીજી તરફ, ક્રાઈમ બ્રાંચના માણસો ઘરે આવીને હાર્દિક ક્યાં છે તેવા સવાલ કરે છે, અને ઘરમાં શોધખોળ કરી જતા રહે છે.

https://twitter.com/Kinjal_H_Patel/status/1222546811673407488

ઉલ્લેખનીય છે કે, વિવિધ કેસમાં વારાફરતી ધરપકડ અને જામીનનું ચલકચલાણું રમ્યા બાદ હાર્દિક 24 જાન્યુઆરીથી કોઈ ટ્વીટ નથી કર્યું. તેણે છેલ્લે જે ટ્વીટ કર્યું હતું તેમાં રાજ્ય સરકાર પર નિશાન તાકતા કહ્યું હતું કે, અઠવાડિયું જેલમાં રહ્યા બાદ હવે સરકારી તાનાશાહીની હિરાસતમાંથી મુક્ત થયો છું. તેણે એવો સવાલ પણ કર્યો હતો કે તેનો ગુનો શું છે? 24 જાન્યુઆરીએ કરેલી ટ્વીટમાં હાર્દિકે કહ્યું હતું કે તેને ડરાવવા માટે તમામ શક્તિઓનો ઉપયોગ કરી ચૂકી છે.

હાર્દિક સામે રાજદ્રોહ, રાષ્ટ્રધ્વજનું અપમાન, જાહેરનામાનો ભંગ, મંજૂરી વિના રેલી કરવી સહિતના અનેક કેસ ચાલી રહ્યા છે. હાર્દિકે તેની સામેના કેસોમાં જામીનની શરતોના ભંગ કર્યો હોવાના મુદ્દે  સરકારે કોર્ટમાં અરજી કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.  જોકે હાર્દિક જામીન પર ફરી મુક્ત થયો હતો. અને ત્યારબાદ જેલમાંથી છૂટ્યા બાદ તે એક અઠવાડિયાથી ઘરે ન આવ્યાનો તેની પત્નીએ દાવો કરતા નવો વિવાદ ઉભો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.