ભારત અને ન્યયૂઝીલેન્ડ વચ્ચે સીરીઝની ચોથી ટી-20 મેચ વેલિગ્ટનમાં રમાશે, જ્યા ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. અહી ચોંકાવનારી વાત એ રહી કે ટોસ દરમિયાન કેન વિલિયમસનની જગ્યાએ વિરાટ કોહલી સાથે ટીમ સાઉદી જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે આ મેચમાં કેન વિલિયમસનને આરામ આપવામાં આવ્યો છે તેની જગ્યાએ આજે કેપ્ટનશીપનો ભાર ટીમ સાઉદી સંભાળશે.
New Zealand have won the toss and they will bowl first.#NZvIND pic.twitter.com/IXbSLmsQ1Q
— BCCI (@BCCI) January 31, 2020
ભારતે ન્યૂઝીલેન્ડમાં પહેલેથી જ ઇતિહાસ રચી લીધો છે, પાંચ મેચની ટી-20 સીરીઝમાં 3-0થી અજેય લીડ મેળવી લીધી છે, પરંતુ વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી આ ટીમમાં જીતને લઇને ભૂખ હજુ પણ શાંત થઇ નથી અને આ ટીમ શુક્રવારે ચોથી ટી-20 મેચમાં સતત ચોથી જીતની નોંધણીનાં હેતુથી મદાનમાં ઉતરશે.
સુપર ઓવરમાં ભારતની જીત
ત્રીજી ટી-20 માં ભારતે સુપર ઓવરમાં મેચને પોતાના નામે કરી હતી. ત્રણેય મેચોમાં ભારતીય બેટિંગે સારો દેખાવ કર્યો હતો. ત્રીજી મેચમાં 27 રન બનાવનાર લોકેશ રાહુલે પ્રથમ બે મેચમાં અડધી સદી ફટકારી હતી અને પહેલી મેચમાં શ્રેયસ ઐયરનું બેટ પણ ચાલ્યુ હતું. તે બીજી મેચમાં પણ અસરકારક સાબિત થયો હતો.
બોલિંગ નબળી કડી
ઈજા બાદ ટીમમાં વાપસી કરનારા બુમરાહની બોલિંગની ધાર આ સીરીઝની અત્યાર સુધીની મેચમાં જોવા મળી નથી. ત્રીજી મેચમાં તેની ચાર ઓવરની બોલિંગમાં 45 રન પડ્યા હતા અને જ્યારે કેપ્ટને તેના પર ભરોસો મૂકી અને તેને સુપર ઓવર સોંપી, ત્યારે તેણે 17 રન આપ્યા હતા. તેવી જ રીતે યુઝવેન્દ્ર ચહલ અને શિવમ દુબે પણ બોલિંગમાં ભારતની સમસ્યાઓને વધારી રહ્યા છે.
વેધર અપડેટ
હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર શુક્રવારે વેલિંગ્ટનમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મેચ ન્યૂઝીલેન્ડનાં સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાવાની છે. 8 વાગ્યા સુધીમાં વાદળો પણ દૂર થઈ જશે તેવુ હવામાન વિભાગનું માનવુ છે. વેધર રિપોર્ટ મુજબ ન્યૂઝીલેન્ડમાં સાંજે 7 વાગ્યા પછી વેલિંગ્ટનમાં કોઈ વાદળો નહીં હોય. એટલે કે, ચાહકો મેચનો સંપૂર્ણ આનંદ લઈ શકશે. જો કે આ પહેલા, લક્ષ્મણે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં વાદળો જોવા મળી રહ્યા છે.
Hello from Windy Wellington – Winds of change have blown already.. India’s bagged the series – Now time to go for 5-0 – Don’t take that foot off the pedal. #INDvNZ pic.twitter.com/ubYhUDWoMN
— VVS Laxman (@VVSLaxman281) January 31, 2020
પ્લેઇંગ ઇલેવન
ભારત
4th T20I. India XI: S Samson, KL Rahul, V Kohli, S Iyer, M Pandey, S Dube, W Sundar, S Thakur, Y Chahal, N Saini, J Bumrah https://t.co/QyAOabEhPN #NZvInd
— BCCI (@BCCI) January 31, 2020
સંજુ સેમસન(વિકેટકિપર), કે.એલ.રાહુલ, વિરાટ કોહલી(કેપ્ટન), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, શિવમ દુબે, વોશિગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, જસપ્રિત બુમરાહ.
ન્યૂઝીલેન્ડ
4th T20I. New Zealand XI: M Guptill, C Munro, T Bruce, R Taylor, T Seifert, M Santner, S Kuggeleijn, T Southee, I Sodhi, H Bennett, D Mitchell https://t.co/QyAOabEhPN #NZvInd
— BCCI (@BCCI) January 31, 2020
માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, ટોમ બ્રુસ, રોસ ટેલર, ટિમ સિફેર્ટ (વિકેટકિપર), મિશેલ સેંટનર, સ્કોટ કુગલિજન, ટીમ સાઉદી (કેપ્ટન), ઇશ સોઢી, હમિશ બેનેટ, ડેરિલ મિશેલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
