Not Set/ નિર્ભયા કેસ/ પવન ગુપ્તાએ SC માં દાખલ કરી રિવ્યૂ પિટિશન, શું મળશે 1 તારીખે ફાંસી, જાણો

દિલ્હીનાં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષિત પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી દીધી છે. પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટનાં અગાઉનાં નિર્ણય સામે આ અરજી કરી છે. જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે અગાઉ પવન ગુપ્તાની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેણે કહ્યું હતું કે ગુના સમયે તે સગીર હતો. કોર્ટનાં આ નિર્ણયને પડકારતા પવન ગુપ્તાએ […]

Top Stories India

દિલ્હીનાં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષિત પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી દીધી છે. પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટનાં અગાઉનાં નિર્ણય સામે આ અરજી કરી છે. જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે અગાઉ પવન ગુપ્તાની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેણે કહ્યું હતું કે ગુના સમયે તે સગીર હતો. કોર્ટનાં આ નિર્ણયને પડકારતા પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં આ સમીક્ષા અરજી દાખલ કરી છે. આપને જણાવી દઈએ કે, નિર્ભયા કેસમાં ચારેય દોષિતોને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવાની છે. પરંતુ એવું માનવામાં આવે છે કે ગુનેગારોનાં તમામ કાનૂની યુક્તિ અપનાવી ફાંસીની સજા મોકૂફ રાખી શકાય તેમ છે.

મહત્વનું છે કે, પવન ગુપ્તાએ દાવો કર્યો હતો કે, ગુના સમયે તે સગીર હતો. એટલું જ નહીં, પવનનાં વકીલ એપી સિંહે કહ્યું કે, આ કેસ એક મોટુ ષડયંત્ર છે. જ્યારે દિલ્હી પોલીસનું કહેવું છે કે પવને તેની ઉંમરથી સંબંધિત માહિતીનાં દસ્તાવેજો જાણી જોઈને છુપાવ્યા હતા. નિર્ભયાની ઘટના બની ત્યારે પવન 17 વર્ષ 1 મહિનો અને 20 દિવસનો હતો. જણાવી દઇએ કે પવન પાસે હજી પણ ક્યુરેટિવ પિટિશન અને દયા અરજીનો વિકલ્પ છે.

આપને જણાવી દઇએ કે, નિર્ભયા કેસનાં દોષિતોએ દાખલ કરેલી અરજીની સુનાવણી આજે દિલ્હીની પટિયાલા હાઈકોર્ટમાં થશે. દોષિતોનાં વકીલ એ.પી.સિંઘે અદાલતને ફાંસીની તારીખ મુલતવી રાખવા અરજી કરી છે. દોષિતોની આ અરજીની સુનાવણી આજે કોર્ટમાં થશે. આપને જણાવી દઇએ કે બધા દોષિતોને 1 ફેબ્રુઆરીનાં રોજ ફાંસી આપવાની છે, પરંતુ તમામ દોષિતો એક પછી એક કાયદેસર યુક્તિ અપનાવી રહ્યા હોવાના કારણે 1 ફેબ્રુઆરીએ ફાંસીની સજા શક્ય બને તેમ દેખાઇ રહ્યુ નથી.

નોંધપાત્ર વાત એ છે કે સમાન સજા માટે તમામ દોષીઓને એક સાથે લટકાવવાની જોગવાઈ છે. જેલનાં નિયમો અનુસાર ગુનેગારોને મોતની સજાનાં 14 દિવસ પહેલા તે કહેવું જરૂરી છે કે, તેને કયા દિવસે ફાંસી આપવામાં આવશે. જેથી દોષી પોતાનું કામ પૂર્ણ કરી શકે, જેમાં તેની સંપત્તિ અને અન્ય કામોનો નિકાલ શામેલ છે. જેલનાં સમાન નિયમને ટાંકીને દોષીઓનાં વકીલે કોર્ટમાં આ અરજી દાખલ કરી છે કે દોષીઓની ફાંસીની સજાની તારીખ મુલતવી રાખી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.