Not Set/ …રાત્રે ખુલી અદાલત, રડતા-તડપતા બાળકને માતા સાથે આવી રીતે કરાવી મુલાકાત

સામાન્ય રીતે અદાલતે મોટી ઘટનાઓ માટે રાતનાં સમયે ખુલી રહે છે, પરંતુ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં માતાને રડતા બાળકને મળાવવા માટે અદાલત રાત્રીનાં સમયે ખોલવામાં આવી હતી, જજ પણ આવ્યા, બેઠા, અરજી સ્વીકારી અને આદેશ પણ કર્યો અને જેલમાં રાત્રીનાં સમયે માતા-બાળકનું મિલન કરાવવામાં આવ્યું હતું.  મામલો સાગરની સેન્ટ્રલ જેલનો છે, જ્યાં ભોપાલનો એક પરિવાર બંધ […]

Top Stories India

સામાન્ય રીતે અદાલતે મોટી ઘટનાઓ માટે રાતનાં સમયે ખુલી રહે છે, પરંતુ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં માતાને રડતા બાળકને મળાવવા માટે અદાલત રાત્રીનાં સમયે ખોલવામાં આવી હતી, જજ પણ આવ્યા, બેઠા, અરજી સ્વીકારી અને આદેશ પણ કર્યો અને જેલમાં રાત્રીનાં સમયે માતા-બાળકનું મિલન કરાવવામાં આવ્યું હતું. 

મામલો સાગરની સેન્ટ્રલ જેલનો છે, જ્યાં ભોપાલનો એક પરિવાર બંધ છે. જેલમાં મોકલેલ મહિલાનું ચાર વર્ષિય બાળક બુધવારે સાંજથી મોડે સુધી માતાને મળવા ખુબજ રડતું હતું. બાળકનો આક્રંદ જેલ પરિસરમાંની શાંતિની ચીરી રહ્યો હતો. 

જેલમાં બંધ મહિલાના પરિજન રેહમાન અલીએ અધિકારીઓને જણાવ્યું હતું કે ચાર વર્ષનું બાળક તેની માતાને મળવાની તલપાપડ થઇ આક્રંદ કરી રહ્યું છે. જેલ અધિકારીઓએ તેમની મજબૂરી જણાવી હતી કે, બાળકને માતાને મળવી શક્ય તેમ નથી.

મળતી માહિતી અનુસાર જેલર નાગેન્દ્રસિંહ ચૌધરીએ સુપરીટેન્ડેન્ટ સંતોષસિંહ સોલંકીને આ સમગ્ર ઘટનાની જાણકારી ત્યારે જ કરી હતી. સુપરીટેન્ડેન્ટ સોલંકી દ્વારા આ પરિસ્થિતિ વિશેષ ન્યાયાધીશ ડી.કે. નાગલેને જણા કરવામાં આવી હતી. જ્જ નાગલેએ બાળકની માતાને તતકાલ કોર્ટમાં અરજી રજૂ કરવા જણાવ્યું હતું. ન્યાયાધીશ રાત્રે આઠ ત્રીસ વાગ્યે કોર્ટમાં પહોંચ્યા, તેને જેલમાં બંઘ મહિલા અફરીન તરફથી અરજી આપવામાં આવી. મહિલાની અરજીનાં આધારે  તેજ સમયે જજે બાળકને જેલમાં દાખલ થવાની મંજૂરી આપી.

જેલ અધિક્ષક સોલંકીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મારી નોકરીમાં આ પહેલીવાર છે, જેમાં રાત્રે કોર્ટ ખોલવાની અરજી કરવામાં આવી હતી. કોર્ટે તેની ફરજ નિષ્ઠતા બતાવી અને નિર્દોષ બાળકનો તેની માતા સાથે મેળાપ કરાવ્યો. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.