Rajkot News: રાજકોટમાં ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ હવે ધીરે ધીરે બહાર આવતો દેખાઈ રહ્યો છે. રાજકોટમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ પ્રમુખની વરણી થઈ હતી, ત્યાં તો જીલ્લા ભાજપનાં મહામંત્રી રવિ માકડિયા વિરૂદ્ધ એક લેટર વાયરલ થયો છે. ઉપલેટા પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે.
રાજકોટમાં જીલ્લા નવા પ્રમુખ ચૂંટાયા છે તેની ઉજવણી કાર્યકરો કરી રહ્યાં છે ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ લેટર વાયરલ થયો છે. લેટર વાયરલ થતા પોલીસે ભાજપના જ આગેવાનોને પકડ્યાં છે. માહિતી મુજબ અશોક લાડાણી સહિત અનેક ભાજપના આગેવાનોને ટોર્ચર કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પોલીસે જીલ્લા ભાજપના આગેવાનોને ત્રાસ આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ લાડાણીના ઘરે પહોંચી હોય તેવા CCTV પણ સામે આવ્યા છે.
ઉપલેટા નગરપાલિકા એક બાદ વિવાદોમાં ચર્ચામાં રહેતી જોવા મળી છે. માહિતી પ્રમાણે આજ સુધી પાંચેક લેટર વાયરલ થયા છે. સોશિયલ મીડિયામાં જે લેટર વાયરલ થયો હતો તે અરજીની તપાસ કરવા ઉપલેટા પોલીસ હવે કાર્યવાહી કરી રહી છે.
અગાઉ રાજકોટના જિલ્લા પ્રભારી ધવલ દવે પર લેટર લખીને આક્ષેપ કરવામા આવ્યા હતા. લેટરમાં ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારી અને હોદ્દાનો દૂર ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. લેટરમાં લોધીકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં 7 આંકડાનો વહીવટ કર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:રાજ્યમાં ફરી લેટરકાંડ ! ભાજપ પ્રભારી ધવલ દવે પર લેટર દ્વારા ગંભીર આક્ષેપો કરાયા