Not Set/ શાહીન બાગવાળાઓને હુ મદદ કરુ છુ, તેઓ મને રોજ ફોન કરે છે : મુકેશ શર્મા

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 માં વિકાસપુરી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ શર્માએ 15 ડિસેમ્બરથી શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન અંગે મોટું નિવેદન આપ્યું છે. એક સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું- ‘જ્યારે હું મદદ કરું છું, તો મર્દાનગીથી કરુ છું. મેં શાહીન બાગનાં લોકોને પણ મદદ કરી છે. શાહીન બાગવાળા મને રોજ ફોન કરે છે. […]

Top Stories India

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 માં વિકાસપુરી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ શર્માએ 15 ડિસેમ્બરથી શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન અંગે મોટું નિવેદન આપ્યું છે. એક સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું- ‘જ્યારે હું મદદ કરું છું, તો મર્દાનગીથી કરુ છું. મેં શાહીન બાગનાં લોકોને પણ મદદ કરી છે. શાહીન બાગવાળા મને રોજ ફોન કરે છે.

દિલ્હીનાં શાહીન બાગ વિસ્તારમાં છેલ્લાં 50 દિવસથી સીએએ વિરુદ્ધ ધરણાં કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શાહીન બાગમાં ડેરો જમાવનારા હજારો લોકોને કોણ મદદ કરી રહ્યું છે, જેઓ તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરી રહ્યા છે? હવે તે જાહેર થઇ ગયુ છે.

કોંગ્રેસનાં નેતા સિવાય કોઈ પણ શાહીન બાગનાં વિરોધીઓને મદદ કરી રહ્યું નથી, કોંગ્રેસનાં નેતા મુકેશ શર્માએ આ વાતને ખુદ કબૂલ્યું છે કે તેઓ શાહીન બાગનાં લોકોને મદદ કરી રહ્યા છે. મુકેશ શર્માને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા વિકાસપુરીથી ઉમેદવારી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.