Ranji Cricket/ રાહુલ દ્રવિડની સૂચના બાદ પણ ઈશાન કિશન રણજી મેચથી રહ્યો દૂર…

રાહુલ દ્રવિડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઈશાન કિશને ટીમમાં પાછું આવવા ઘર આંગણે રમાતી ક્રિકેટમાં પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે.

Top Stories Sports

Sports News :  રાહુલ દ્રવિડની સૂચના પછી ઈશાન કિશન રણજી મેચ રમવા નથી આવ્યો. જ્યારે એમની હોમ એશોશિયેસન ટીમ ઝારખંડ 12 જાન્યુઆરીથી મહારાષ્ટ્ર વિરૂદ્ધ મેચ રમી રહી છે. રાહુલ દ્રવિડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઈશાન કિશને ટીમમાં પાછું આવવા ઘર આંગણે રમાતી ક્રિકેટમાં પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે.

ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડની સૂચના પછી વિકેટકીપર અને બેટ્સમેન ઈશાન કિશન રણજી મેચ રમવા નથી આવ્યો. આવામાં તેનું ભવિષ્ય શું હશે તેના પર સવાલો ઉઠી રહ્યાં છે. ઈશાન કિશનને અફઘાનિસ્તાન સામેની મેચમાં સ્થાન નહોતું મળ્યું. તેની જગ્યાએ સંજુ સેમસન અને જીતેશ શર્માને જગ્યા અપાઈ હતી.

સાઉથ આફ્રિકાની સામે રમારી વનડે સિરિઝમાં સંજુ સેમસને સદી મારી હતી. ઉપરાંત, કે એલ રાહુલે શાનદાર વિકેટકીપિંગ કરી હતી. એવામાં 25 વર્ષીય ઈશાનનું કરિયર તલવારની ધારે લટકી રહ્યું છે.

એક ખાનગી એજન્સી મુજબ, માનસિક થાકને કારણે 25 વર્ષીય ખેલાડીએ તાજેતરમાં રજા પર ઉતર્યો હતો. તે પછીથી તેના પર્ફોરર્મન્સ પર અવળી અસર જોવા મળી હતી. તેના નજીકના લોકોનું માનવું છે કે દર વખતે તેને બેસાડી રાખવાના કારણે તે ઘણો નિરાશ હતો. તો બીજી બાજુ ટીમનું માનવું છે કે ઈશાને પોતાનુ સિલેકશન ન થવા મુદ્દે તેને ખેલદિલીથી ન હતું લીધું.

એક રિપોર્ટ મુજબ, ઈશાને ટીમ મેનેજમેન્ટને તેના ઘરે બોલાવવા પર વાત કરી હતી. પણ ફરી એકવાર બાજી બગડી.  તેને ટીમ મેનેજમેન્ટને કહ્યું કે તેને સતત માનસિક થાક વર્તાઈ રહ્યો છે. તેને ઘણી મુસાફરી કરી છે. પરિવાર સાથે સમય વિતાવવો છે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે તે દુબઈ ફરવા જવાનો નિર્ણય લીધો, તેમજ પાર્ટી કરી રહ્યો હતો.

તો બીજી તરફ તેના નજીકના વર્તુળોનું માનવું છે કે તેની અંગત જીંદગીમાં દખલગીરી ન કરવી જોઈએ. તે સમય ક્યાં વિતાવે છે તે જાણવું જરૂરી નથી.  ઈશાન કિશને પોતે અફઘાનિસ્તાન સામે રમવા તૈયાર છે તેવું દર્શાવ્યું હતું. પરંતુ ઋતુરાજ ગાયકવાડનું સિલેકશન ન તવા છતાં તેને ફિલ્ડ પર આવવાની તક મળી ન હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઈશાન કિશન ફરી એકવાર ટીમ ઈન્ડિયાથી થયો બહાર, જાણો શા માટે…

આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…