દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. આરોગ્ય વિભાગનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડબ્રેક 3,79,257 કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 3,645 દર્દીઓનાં મોત થયા છે. વળી જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો દરરોજ, કોરોનાનાં નવા કેસોની સાથે, અહી મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, હોસ્પિટલોની હાલતમાં પણ કોઈ સુધારો થયો નથી, દર્દીઓ હજી પણ બેડ્સ અને ઓક્સિજન માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કુલ 368 દર્દીઓનાં મોત નોંધાયા છે.

પોઝિટીવ ન્યૂઝ / 105 વર્ષીય ધેનુ ચવ્હાણ અને તેમની 95 વર્ષીય પત્નીએ 10 દિવસમાં કોરોના સામે જીતી જંગ
આપને જાણીને નવાઇ લાગશે પણ દેશની રાજધાનીમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. અહી કોરોનાનાં કેસને ઘટાડવામાં સરકારો પૂરી રીતે ફેઇલ રહી છે. જણાવી દઇ કે, આ સતત સાતમો દિવસ છે જ્યારે દિલ્હીમાં 300 થી વધુ દર્દીઓનાં મોત નોંધાયા છે. આ અઠવાડિયે મંગળવારે દિલ્હીમાં 381 લોકોનાં મોત નોંધાયા હતા, જે સૌથી વધુ સંખ્યા છે. વળી, દિલ્હીમાં દરરોજ સરેરાશ 25 હજાર કોરોના કેસ નોંધાય છે. જો કે, દિલ્હીનાં કોરોનાનાં આંકડામાં પણ કેટલીક ગડબડી જોવા મળી હતી, જે પાછલા દિવસે બહાર આવી હતી. જણાવી દઇએ કે, 28 એપ્રિલનાં રોજ બહાર પાડવામાં આવેલા બુલેટિનમાં, મૃત્યુનો કુલ આંકડો 14,616 બતાવવામાં આવ્યો છે. જ્યારે 27 એપ્રિલે બુલેટિન જે આવ્યું હતું, તેમા કુલ મૃત્યુનો આંક 15,009 હતો. આ કિસ્સામાં, મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.

દિલ્હી હાઈકોર્ટ / વીમાકંપનીઓ કોરોના દર્દીઓના બિલને એક કલાકની અંદર આપે મંજૂરી, હાઈકોર્ટનો આદેશ
દેશમાં આજે પણ બેડ્સ અને ઓક્સિજનનું સંકટ યથાવત છે. હોસ્પિટલમાં દર્દીઓથી બેડ્સ પૂરી રીતે ભરાઇ ગયા છે. દિલ્હીમાં પણ ઘણા એવા લોકો છે કે, જેઓ હોસ્પિટલમાં કોરોના થવાના કારણે તેમના પરિવારજનો બેડ્સ શોધી રહ્યા છે પરંતુ તેમને ન તો બેડ્સ મળી રહ્યા છે કે ન તો ઓક્સિજન. ગત દિવસે, દિલ્હી હાઈકોર્ટમાં ઓક્સિજન સંકટ અંગે સુનાવણી થઈ હતી, જ્યાં દિલ્હી સરકારે તેની વતી પોતાનો પ્લાન રજૂ કર્યો હતો. ઘણી હોસ્પિટલોએ હાઈકોર્ટમાં વિનંતી કરી છે કે ઓક્સિજનનો સરળ સપ્લાય ન થવાને કારણે ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.

