Not Set/ આ બજેટમાં દિલ્હી સાથે અળખામણો વ્યવહાર કરવામાં આવ્યો : CM કેજરીવાલ

દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે સામાન્ય બજેટ પહેલા એક ટ્વીટ કર્યું હતુ. એક રીતે મુખ્યમંત્રી કેજરીવાલે આ ટ્વિટ દ્વારા કેન્દ્ર સરકારને પડકાર્યુ છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતુ કે કેન્દ્ર સરકારથી આશા છે કે તે દિલ્હીનાં હિતોની સુરક્ષા કરશે. જણાવી દઇએ કે, અરવિંદ કેજરીવાલે શનિવારે ટ્વીટ કર્યું છે કે દિલ્હીની જનતાને ખૂબ આશા છે […]

Top Stories India

દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે સામાન્ય બજેટ પહેલા એક ટ્વીટ કર્યું હતુ. એક રીતે મુખ્યમંત્રી કેજરીવાલે આ ટ્વિટ દ્વારા કેન્દ્ર સરકારને પડકાર્યુ છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતુ કે કેન્દ્ર સરકારથી આશા છે કે તે દિલ્હીનાં હિતોની સુરક્ષા કરશે.

જણાવી દઇએ કે, અરવિંદ કેજરીવાલે શનિવારે ટ્વીટ કર્યું છે કે દિલ્હીની જનતાને ખૂબ આશા છે કે કેન્દ્ર સરકાર બજેટમાં દિલ્હીનાં હિતોનું રક્ષણ કરશે. દિલ્હીને ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધારે મળવું જોઈએ. બજેટ બતાવશે કે ભાજપ દિલ્હીનાં લોકો માટે કેટલું ધ્યાન રાખે છે. પરંતુ બજેટ રજૂ થયા બાદ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તીખી પ્રતિક્રિયા સામે આવી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે આરોપ લગાવ્યો હતો કે, બજેટમાં આ વખતે દિલ્હીની સાથે હરખામણું વ્યવહાર કરવામાં આવ્યો છે.

કેજરીવાલે શનિવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા 2020-21 માટે રજૂ કરાયેલા બજેટ અંગે નિરાશા વ્યક્ત કરતી ટ્વિટ કરી હતી કે, “દિલ્હી ભાજપની પ્રાથમિકતામાં આવતી જ નથી તો દિલ્હી ભાજપને કેમ મત આપે?”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.