ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ-મુરાદાનગર ગંગ કેનાલમાં એક એસયુવી કાર પડી ગઈ છે. કારમાં છ લોકો હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બે લોકો કેનાલમાંથી બહાર આવ્યા છે પરંતુ ચાર લોકો હજી ગુમ છે. એનડીઆરએફની ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી છે અને ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.
શનિવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે ડીડોલી નજીક આઈસીઈ કોલેજ સામે એસયુવી કાર સાથે ટકરાઈ હતી અને કેનાલમાં પડી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. જો કે રાત્રે અને ધુમ્મસને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સવારે પોલીસ ટીમે એનડીઆરએફને જાણ કરી હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર હર્ષિત અને અનમોલ બચી ગયા છે. બંને મુઝફ્ફરનગરના રહેવાસી છે. જ્યારે કારમાં સવાર નિશાંત ચૌધરી, હિમાંશુ ચૌધરી, સૃષ્ટિ જોશી અને કનિકા બિંદલની શોધખોળ ચાલુ છે. નિશાંત અને હિમાંશુ મુઝફ્ફરનગરના રહેવાસી છે. જ્યારે સૃષ્ટિ અને કનિકા ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનથી છે.
એસયુવીમાં સવાર તમામ છ લોકો દિલ્હી જઇ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના ડિડોલી નજીક બની હતી. પોલીસે જણાવ્યું હતું કે નિશાંત કૃષિ વિભાગમાં નોકરી કરે છે. સૃષ્ટિ અને કનિકા ઉત્તરાંચલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. જ્યારે અનમોલ અને હર્ષિત 12 માં ધોરણમાં મુઝફ્ફરનગરમાં અભ્યાસ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
