અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને મૌની રોય અભિનીત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ની રિલીઝ ડેટ સામે આવી છે. તેનું દિગ્દર્શન પ્રખ્યાત દિગ્દર્શક અયાન મુખર્જી કરી રહ્યા છે, જ્યારે ધર્મ પ્રોડક્શન અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો સંયુક્ત રૂપે નિર્માણ કરી રહ્યા છે. આ વર્ષે ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થશે.
ધર્મ પ્રોડક્શનોએ સોશિયલ મીડિયા પર અયાન, રણબીર અને અમિતાભ બચ્ચનનો એક રમૂજી વીડિયો પણ શેર કર્યો છે. આ વિડીયો આલિયા ભટ્ટે બનાવ્યો. જેમાં રણબીર અયાનને ફિલ્મ રિલીઝ કરવા માટે વારંવાર વિનંતી કરી રહ્યો છે, ત્યારબાદ તેણે કહ્યું હતું કે ‘બ્રહ્માસ્ત્ર’ 4 ડિસેમ્બર 2020 માં રિલીઝ થશે. તે હિન્દીની સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે.
Straight from the source, Brahmāstra releases on 4th December, 2020 in Hindi, Tamil, Telugu, Malayalam and Kannada. #Brahmastra @SrBachchan #RanbirKapoor @aliaa08 @iamnagarjuna @RoyMouni #AyanMukerji @ipritamofficial @karanjohar @apoorvamehta18 #NamitMalhotra @MARIJKEdeSOUZA pic.twitter.com/6MCPxWx82u
— Dharma Productions (@DharmaMovies) February 2, 2020
કરણ જોહર, આલિયા ભટ્ટ, અયાન મુખર્જી અને અમિતાભ બચ્ચને ટ્વીટર પર ફિલ્મની રિલીઝ ડેટની જાણકારી અલગ-અલગ અંદાજમાં આપી છે. બિગ બીએ ‘બ્રહ્માસ્ત્ર’ના નિર્દેશક આયન માટે પણ લખ્યું છે કે હવે તે ફિલ્મની રિલીઝ ડેટ બદલી શકશે નહીં.
T 3429 BRAHMĀSTRA.. coming to cinemas on 4/12/20 & Ayan is NOT allowed to change it now! #Brahmastra #RanbirKapoor @aliaa08 @iamnagarjuna @RoyMouni #AyanMukerji @ipritamofficial @karanjohar @apoorvamehta18 #NamitMalhotra @MARIJKEdeSOUZA @DharmaMovies @FoxStarHindi @BrahmastraFilm
— Amitabh Bachchan (@SrBachchan) February 2, 2020
Soooooo.. this just happened!
Brahmastra 04.12.2020.. promise 😘😬https://t.co/TrCIFBJXZr@SrBachchan #RanbirKapoor @iamnagarjuna @RoyMouni #AyanMukerji @ipritamofficial @karanjohar @apoorvamehta18 #NamitMalhotra @MARIJKEdeSOUZA @DharmaMovies @FoxStarHindi @BrahmastraFilm— Alia Bhatt (@aliaa08) February 2, 2020
https://twitter.com/karanjohar/status/1223846991739801600
મળતી માહિતી અનુસાર આ ફિલ્મની રિલીઝ છેલ્લા બે વર્ષથી મુલતવી રાખવામાં આવી હતી. ઘણા ભાગો ફરી શૂટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ સુપરહિરો પર આધારિત છે. તેનું અંદાજીત બજેટ 150 કરોડ છે. આ મૂવી અંગે ઘણા સસ્પેન્સ છે. હવે ટ્રેલર રિલીઝ થયા પછી જ તેની વાર્તા વિશે કંઈક જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
