Not Set/ રાજકોટ જીલ્લા કલેકટર રમ્યા મોહને પત્રકાર પરિષદ બોલાવી સમગ્રે મામલે રેડ્યું ઠંડુ પાણી કહ્યું,- આ કોઈ ભ્રષ્ટાચાર નથી

એકબાજુ ગુજરાતના સીએમ વિજય રૂપાણી ભ્રષ્ટાચારને ડામવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરે છે. પરંતુ ગુજરાતમાં એટલી હદે ભ્રષ્ટાચાર વકરી ચૂક્યો છે તેની એક વરવી વાસ્તવિકતાનો ચોંકાવનારો ઘટસ્ફોટ રાજકોટમાં થયો છે. CM ના પોતાના જ હોમટાઉન રાજકોટનાં કલેક્ટર રમ્યા મોહને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ન્યુઝ કવરેજ માટે રાજકોટનાં 8 જેટલાં પત્રકારોને 50 હજાર રૂપિયાનાં ચેક આપ્યા […]

Gujarat Rajkot

એકબાજુ ગુજરાતના સીએમ વિજય રૂપાણી ભ્રષ્ટાચારને ડામવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરે છે. પરંતુ ગુજરાતમાં એટલી હદે ભ્રષ્ટાચાર વકરી ચૂક્યો છે તેની એક વરવી વાસ્તવિકતાનો ચોંકાવનારો ઘટસ્ફોટ રાજકોટમાં થયો છે. CM ના પોતાના જ હોમટાઉન રાજકોટનાં કલેક્ટર રમ્યા મોહને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ન્યુઝ કવરેજ માટે રાજકોટનાં 8 જેટલાં પત્રકારોને 50 હજાર રૂપિયાનાં ચેક આપ્યા હતા. આ ચોંકાવનારા ખુલાસા બાદ કોંગ્રેસે તંત્ર પર આકરાં પ્રહાર કર્યા હતા.  ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મુખ્યમંત્રી દ્વારા તેમના જ હોમ ટાઉન રાજકોટમાં દબદબાભેર કરવામાં આવી હતી. અને હવે અહીજ રાજકોટ કલેકટર દ્વારા પત્રકારોને 50 હજારનો ચેકનું વિતરણ કરતા સ્થાનીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપના વિવિધ નેતાઓ દ્વારા તીખી પ્રતિક્રિયા આવ્યા બાદ રાજકોટ જીલ્લા કલેકટર રમ્યા મોહને પત્રકાર પરિષદ બોલાવી સમગ્રે મામલે ઠંડુ પાણી રેડ્યું છે. જીલ્લા કલેકટર પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, આ કોઈ કૌભાંડ નથી. ચૂકવણી થઈ છે. અને તેનું બિલ આવી ગયુ છે.

કુલ આઠ પત્રકારોને ચેક આપ્યા હતા. 50 હજારની રકમના ચેક આપવામાં આવ્યા હતા. પત્રકારોએ પોતાના નામથી ચેક લેવાનો આગ્રહ કર્યો હતો. અને કાયદેસર ખાતામાંથી ચેક દ્વારા પેમેન્ટ કરવામાં આવ્યું છે તેથી મામલાને ભ્રષ્ટાચાર ના કહેવાય.  ઘણાં લોકોએ સામેથી ફંડ આપવા ઇચ્છા જાહેર કરી હતી. મીડિયામાં જાહેરાત માટે આપેલા ફંડ ભ્રષ્ટાચાર ના કહેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.