દિલ્હી વિધાનસભાની ચૂંટણી આ વખતે નેતાઓનાં વિવાદિત ભાષણ માટે યાદ રાખવામાં આવશે. ભાજપનાં નેતાઓ કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પ્રકાશ જાવડેકર સહિતનાં કેટલાંક નેતાઓએ એવા નિવેદનો આપ્યા હતા જેના કારણે તેઓ હેડલાઇન્સમાં રહ્યા. ભાજપનાં સાંસદ પ્રવેશ વર્મા અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે અરવિંદ કેજરીવાલની તુલના પણ આતંકવાદી સાથે કરી હતી. જાવડેકરે કહ્યું હતુ કે, અરવિંદ કેજરીવાલે ખુદ આતંકવાદી હોવાના પુરાવા આપ્યા છે. જેના પર હવે અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહેવા બદલ તીખો જવાબ આપ્યો છે.
હર્ષિતા કેજરીવાલે કહ્યું કે, લોકો કહે છે કે રાજકારણ ગંદુ હોય છે, પરંતુ તે ખૂબ નીચા સ્તરે છે. લોકોને મફતમાં આરોગ્ય સેવા આપવી આતંકવાદ છે. જો બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, તો શું તે આતંકવાદ છે? જો લોકોને વીજળી, પાણીની સુવિધા આપવામાં આવી રહી છે, તો શું આતંકવાદ છે? મારા પિતા હંમેશાં સમાજસેવામાં સંકળાયેલા છે. મને હજી યાદ છે કે તેઓ મને, મારા ભાઈ, માતા અને દાદા-દાદીને સવારે 6 વાગ્યે જગાડતા અને ભગવદ ગીતા વાંચવા કહેતા. તેમણે અમને માણસને માણસથી હોય ભાઈચારોનું ગીત ગાવાનું શીખવ્યું છે. શું આ આતંકવાદ છે?
Harshita Kejriwal: My father has always been in social services. I still remember he used to wake us – my brother, mother, grandparents and I, up at 6 AM, make us read Bhagwad Gita & sing 'Insaan se insaan ka ho bhaichara' song and teach us about it. Is this terrorism? (04.02) https://t.co/zNHF6kISLa
— ANI (@ANI) February 5, 2020
અરવિંદ કેજરીવાલની પુત્રીએ કહ્યું કે તેમને આરોપ લગાવવા દો, 200 સાંસદો, 11 મુખ્યમંત્રી લાવવા દો. માત્ર અમે જ નહીં પરંતુ 2 કરોડ સામાન્ય લોકો પણ પ્રચાર કરી રહ્યા છે. અમે 11 ફેબ્રુઆરીએ જોઇશું કે શું લોકોએ આક્ષેપોનાં આધારે મતદાન કર્યું છે કે કામનાં આધારે. આપને જણાવી દઈએ કે, પ્રકાશ જાવડેકરે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કેજરીવાલ નિર્દોષ ચહેરો બનાવે છે અને લોકોને પૂછે છે કે શું હું આતંકવાદી છું. પરંતુ હું કહેવા માંગુ છું કે તમે આતંકવાદી છો, તેના પુરાવા ઘણા છે. તમે પોતે જ કહ્યું છે કે હું અરાજકવાદી છું. અરાજકવાદી અને આતંકવાદી વચ્ચે બહુ ફરક નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
