- ગાંધીનગરઃ ભેખડ ધસી પડતા 4 લોકો દટાયા
- કોબા નજીક આવેલા કે રાહેજા ગામની ઘટના
- ત્રણ લોકોને બચાવી હોસ્પિટલ ખસેડાયા
- હજુ દટાયેલા 1 વ્યકિતને બહાર કાઢવાની કામગીરી
- બાંધકામ સાઈડ પર બની દુર્ઘટના
ગાંધીનગરના કોબા વિસ્તારમાં કે રાહેજા સાઇટ પર ગુડાની ગટર લાઇન નાખતા ચાર મજૂરો દટાયા હતાં. જેમાંથી ત્રણ મજૂરોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યાં છે. ફાયર બ્રિગેડ દ્વારા એક મજૂરને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર દોડતુ થયુ છે. આ સાથે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ગાંધીનગર શહેરના કોબા વિસ્તારમાં કે રહેજા સાઇટ પર ગુડાની ગટર લાઇન નાખતા ચાર મજૂરો દટાયા હોવાની ઘટના સામે આવી છે. હાલ ઇજાગ્રસ્ત મજૂરોને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. હાલ આ દુર્ઘટનામાં જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી. આ સાથે ફાયર વિભાગ દ્રારા રાહતની કામગીરી ચાલી રહી છે.
ગાંધીનગરઃ પ્રમુખ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટની જમીન ધસતાં 4ના મોત
ઉલ્લેખનીય છે હમણાં જ થોડા દિવસ અગાઉ પણ ગાંધીનગર ખાતે બાંધકામ સાઈટ પર મજુરો દટાયા હતા. ગાંધીનગરના કુડાસણ પાસે નવા બની રહેલા મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર બપોર બાદ અચાનક જમીન ઘસી પડી હતી. જમીન ઘસી પડતા માટીમાં 4 મજૂરો દટાયા હતા. તમામને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કર્યું હતું. બધાને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. ભારે મુસિબત બાદ ચારેય મજૂરોને બહાર કાઢીને સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં તેમને મૃતક જાહેર કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
