Not Set/ વડોદરા/ સયાજી હોસ્પિટલમાં આજે રાષ્ટ્રીય કક્ષાની ટીમે ચેકિંગ હાથ ધર્યું

સયાજી હોસ્પિટલમાં ચેકિંગ રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા ચેકિંગ ચેકિંગને લઈ હોસ્પિટલ તંત્ર સજ્જ વડોદરાની સયાજી હોસ્પિટલમાં રાષ્ટ્રીય કક્ષાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.  દર્દીઓને રાષ્ટ્રીય કક્ષાની સારવાર સરકારી ધારાધોરણ મુજબ મળે છેકે નહીં તેની તપાસ માટે ખાસ આ ટીમ આવી પહોંચી હતી. ચેકિંગને લઈને સયાજી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું હતું. ચેકિંગના પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા […]

Gujarat Vadodara
  • સયાજી હોસ્પિટલમાં ચેકિંગ
  • રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા ચેકિંગ
  • ચેકિંગને લઈ હોસ્પિટલ તંત્ર સજ્જ

વડોદરાની સયાજી હોસ્પિટલમાં રાષ્ટ્રીય કક્ષાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.  દર્દીઓને રાષ્ટ્રીય કક્ષાની સારવાર સરકારી ધારાધોરણ મુજબ મળે છેકે નહીં તેની તપાસ માટે ખાસ આ ટીમ આવી પહોંચી હતી. ચેકિંગને લઈને સયાજી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું હતું. ચેકિંગના પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા સાફ-સફાઈ તથા ડીટી પાઉડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.  મહત્વનું છેકે એસએસજીમાં વર્ષમાં એક વખત નેશનલ એક્રિડેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રોવાઈડરની ટીમ ચેકિંગ માટે આવતી હોય છે.  આ ટીમના ચેકિંગને લઈને હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું.

હોસ્પિટલમાં દવાના સ્ટોક, સ્વચ્છતા અને ઈમરજન્સી વિભાગ તેમજ રસોડામાં પણ આરોગ્યની ટીમે તપાસ કરી હતી. જો કે તપાસને લઈને અધિકારીઓએ મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ અધિકારીઓની તપાસ છતાં હોસ્પિટલમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. મેડિકલ સ્ટોરની સામે ખુલ્લી ગટરોને પણ પતરાથી ઢાંકી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.