હનુમાનજી બળ અને બુદ્ઘિના દેવતા છે. રામાયણમાં તેમના અંગે અનેક પ્રસંગો છે જ્યાં તેમણે પોતાની ચતુરાઇ અને બુદ્ઘિથી પરિસ્થિતિઓને પોતાના નિયંત્રણમાં કરી. પરંતુ તેમને લગતા એવા પ્રસંગો પણ છે જેમના વિશે કદાચ જ કોઇને ખબર હશે. આજે અમે તમને આવી જ કેટલાક સંદર્ભો અંગે માહિતી આપી રહ્યાં છીએ.

રામાયણની એક કથા અનુસાર એક વખત માતા સીતા માંગમાં સિંદૂર લગાવી રહ્યા હતાં. ત્યારે હનુમાનજીએ માતા સીતાજીને સિંદૂર લગાવતા જોઇ પૂછ્યું કે આ લાલ દ્રવ્ય જે તમે માંગમાં ભરી રહ્યાં છો તે શું છે અને તેને લગાવવાથી શું થાય છે? તેના પર સીતાજીએ કહ્યું કે આ સિંદૂર છે. તેને લગાવવાથી પ્રભુ દીર્ઘાયુ થાય છે અને મારાથી સદૈવ પ્રસન્ન રહે છે.

ચપટીભર સિંદૂર લગાવવાથી પ્રભુ શ્રી રામચંદ્રજીના દીર્ઘાયુ અને પ્રસન્નતાની વાત માતા જાનકીના મુખે સાંભળી શ્રી હનુમાનજીએ વિચાર કર્યો કે જ્યારે થોડુ જ સિંદૂર લગાવવાથી પ્રભુને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે તો હું મારા સમગ્ર શરીરમાં સિંદૂર લગાવી પ્રભુને અજરા-અમર કેમ ન કરી દઉં.
આમ કરીને હનુમાન જ્યારે રામ દરબારમાં પહોંચ્યા ત્યારે તેમની ભક્તિ જોઇ શ્રીરામે કહ્યું કે વત્સ, તમારા જેવો મારો ભક્ત બીજો કોઇ નથી અને ના તો થશે. હું તમને અમરત્વનું વરદાન આપુ છું. હનુમાનજીના ૧૦૮ નામ રામાયણના સુંદરકાંડ માં છે, તેમાંથી કેટલાક છે – આંજનેયા, મહાવીર, હનૂમત, મારૂતાત્મજ, મનોજવાય, કપીશ્વર, મહાકાય, રામભક્ત વગેરે છે.

તેમનો એક પુત્ર પણ છે હનુમાન જ્યારે લંકા દહન કરી રહ્યા હતાં ત્યારે લંકા નગરીમાંથી ઉઠનારી જ્વાળાઓની તીવ્ર આંચથી હનુમાનજીને પરસેવો થવા લાગ્યો. પૂંછડીમાં લાગેલી આગને ઓલવવા માટે હનુમાનજી સમુદ્રમાં પહોંચ્યા ત્યારે તેમના શરીરમાંથી ટપકતા પરસેવાનું એક ટીપું એક માછલીના મોમાં જતુ રહ્યું. તેનાથી તે ગર્ભવતી બની ગઇ અને તેણે વાનરરૂપી માનવ મકરધ્વજને જન્મ આપ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
