Not Set/ શું અરવિંદ કેજરીવાલ શપથ ગ્રહણ સમારોહને મોદી વિરોધીઓનું મંચ બનવા દેશે ?

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ધરખમ બહુમતી મેળવીને દિલ્હીમાં ફરી સત્તા પર પરત ફરનાર અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત 16 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં ફક્ત દિલ્હીના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર, આમ આદમી પાર્ટી સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાન અથવા અન્ય […]

Top Stories India

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ધરખમ બહુમતી મેળવીને દિલ્હીમાં ફરી સત્તા પર પરત ફરનાર અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત 16 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં ફક્ત દિલ્હીના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે.

મીડિયા અહેવાલો અનુસાર, આમ આદમી પાર્ટી સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાન અથવા અન્ય પક્ષોના નેતાઓને આમંત્રિત કરવાનું ટાળી રહી છે. તેમાં ફક્ત દિલ્હીના સ્થાનિક લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ જ જોડાશે.

મીડિયા સાથે વાત કરતાં મનીષ સિસોદિયાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ કેબિનેટ સાથે શપથ લેશે. ધારાસભ્ય પક્ષની બેઠકમાં તેઓ નેતા તરીકે ચૂંટાયા હતા. AAP રાજ્યના રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો કરશે.

AAP, કર્ણાટક અને ઝારખંડના માર્ગ પર નહીં જાય…. 
એનડીએના તમામ વિરોધી નેતાઓને તાજેતરમાં સમાપ્ત થયેલા ઝારખંડમાં જેએમએમ અને કોંગ્રેસ ગઠબંધન સરકારના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ અપાયું હતું. તેમાંના મોટાભાગના લોકોએ ત્યાં હાજરી આપી હતી. અહીં વિપક્ષ દ્વારા એકતા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કર્ણાટકમાં આ અગાઉ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના શપથવિધિ સમારોહમાં ફણ વિપક્ષની એકતાના ચિત્રને મુખ્ય મથાળું બનાવાયું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.