મથાળું વાંચીને કદાચ આશ્ચર્ય થશે જી હા પણ આ સાચું છે. રાજકોટમાં યાજ્ઞિક રોડ પાસે આવેલી મિસ્ટર પાનવાલા નામની એક પાન વેચતી પેઢી વિવાદમાં સપડાઇ છે. રૂપિયા 15થી લઇને 18 હજાર સુધીના પાન વેચતા મી. પાનવાલાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. હવે આ મી. પાનવાલા અન્ય એક કારણોસર પણ ચર્ચામાં આવ્યા છે. જી હા,… કોપીરાઈટ કેસ…. 15 રૂપિયાથી લઇને 16 હજાર સુધીના પાન વેચનારા રાજકોટના મિસ્ટર પાનવાલા હવે કોપીરાઈટ કેસમાં ફસાયા છે.
રાજકોટ મિસ્ટર પાનવાલાનો લોગો અને અમેરિકાના હેટફિલ્ડમાં વિશ્વ પ્રખ્યાત મિસ્ટર પાનવાલાનો લોગો સરખો જ છે. જેથી અમેરિકા સ્થિત મિસ્ટર પાનવાલાએ તેમના સોશિયલ માધ્યમો દ્વારા સ્પષ્ટતા કરી છે કે તેમની અન્ય કોઇ શાખા નથી. અમેરિકા સ્થિત મિ. પાનવાલા કાયદાકીય કાર્યવાહી પણ કરે તેવી શક્યતા છે. જેને લઇને સોશિયલ મીડિયામાં મોંઘામૂલા પાનને લઇને ચર્ચામાં આવેલા રાજકોટના મિસ્ટર પાનવાલાના માલિક મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
