Not Set/ શપથ ગ્રહણ સમારોહ માટે કેજરીવાલે PM મોદીને આપ્યું આમંત્રણ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. દિલ્હીના રામલીલા મેદાનમાં આ ભવ્ય સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. જો કે, પીએમઓ તરફથી આ આમંત્રણ […]

Top Stories India

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. દિલ્હીના રામલીલા મેદાનમાં આ ભવ્ય સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. જો કે, પીએમઓ તરફથી આ આમંત્રણ સ્વીકારવાની પુષ્ટિ થઈ નથી.

દિલ્હી ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીત નોંધાવનારી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી  70 માંથી 62 બેઠકો જીતી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને આપ વચ્ચે ઉગ્ર ભાષણ યુદ્ધ પણ જોવા મળ્યું હતું. પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન પર કોઈ વ્યક્તિગત હુમલો કર્યો ન હતો. જ્યારે પાકિસ્તાનનાં મંત્રી ફવાદ હુસેને મોદી વિશે ટ્વીટ કર્યું હતું ત્યારે કેજરીવાલે ખુદ વડાપ્રધાનનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ દેશના વડાપ્રધાન છે.

જ્યારે કોઈ અન્ય પક્ષ કે વિપક્ષી પાર્ટીને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના રાજકારણમાં નવા પરિવર્તન તરફ ઇશારો કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.