Not Set/ સળગતું સુરત / તક્ષશિલા અને રઘુવીર માર્કેટની આગ બાદ મનપાએ ફાયર સેફટી મુદ્દે કરી લાલ આંખ

ફાયર સેફ્ટી મુદ્દે મનપાનો નિર્ણય ફાયર ટેન્કરની વ્યવસ્થા નહીં કરાશે કાર્યવાહી ફાયર સેફ્ટી નહીં હોય તો કરાશે માર્કેટ સીલ મેગા ડિમોલિશન પણ કરી શકે છે મનપા આજે તમામ માર્કેટ એસો.ની સંયુક્ત બેઠક 10 દિવસમાં કોઇપણ ભોગે નિકાલ લાવવા આદેશ માર્કેટો સીલ કરાયા બાદ ડિમોલિશનની કાર્યવાહી ગુજરાત રાજ્યમાં સુરત શહેર રાજ્યનું સળગતું શહેર કહીએ તો ખોટું […]

Gujarat Surat
  • ફાયર સેફ્ટી મુદ્દે મનપાનો નિર્ણય
  • ફાયર ટેન્કરની વ્યવસ્થા નહીં કરાશે કાર્યવાહી
  • ફાયર સેફ્ટી નહીં હોય તો કરાશે માર્કેટ સીલ
  • મેગા ડિમોલિશન પણ કરી શકે છે મનપા
  • આજે તમામ માર્કેટ એસો.ની સંયુક્ત બેઠક
  • 10 દિવસમાં કોઇપણ ભોગે નિકાલ લાવવા આદેશ
  • માર્કેટો સીલ કરાયા બાદ ડિમોલિશનની કાર્યવાહી

ગુજરાત રાજ્યમાં સુરત શહેર રાજ્યનું સળગતું શહેર કહીએ તો ખોટું નથી, સુરત શહેરમાં આડે દિવસે ક્યાંક ને કયાંક આગજનીની ઘટના બનવી સામાન્ય વાત બની ગઈ છે. તેમાય તક્ષશિલા અને રઘુવીર માર્કેટની આગ સુરતી લાલાને દઝાડી ગઈ છે. આ ભીષણ આગની ઘટના બાદ સુરત મનપા ફાયર સેફટી મુદ્દે સફાળું જાગ્યું છે.

સુરત મનપાએ સાંકડી ગલીઓવાળી માર્કેટ સામે લાલ આંખ કરી છે. જે માર્કેટમાં ટેન્કર જવાની વ્યવસ્થા નહીં હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ફાયર ટેન્કર જવાની વ્યવસ્થા નહી હોય તે માર્કેટોને સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આાગમી ૧૦ દિવસોમાં માર્કેટ એસોસિએશન દ્વારા વ્યવસ્થા નહી કરવામાં આવે તો ફાયર વિભાગ દ્વારા માર્કેટ સીલ કરવામાં આવશે. સતત આગની ઘટનાઓને પગલે રિંગ રોડ પર ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

આજે તમામ માર્કેટના એસોસિએશનની સંયુક્ત બેઠક મળશે. ફાયર વિભાગ દ્વારા માર્કેટના વેપારીઓને 7થી 10 દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યાર બાદ ફાયર વિભાગ દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે. માર્કેટ સીલ કર્યા બાદ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.