Not Set/ રાજકોટ/ બિલ્ડરનાં ત્રાસથી ફર્નિચરનાં વેપારીનો આપઘાત, બિલ્ડરની ધરપકડ

ગુજરાતમાં વ્યાજાતંક અને નાના મોટા વેપારીઓને દબંગો દ્વારા કરવામાં આવતી હેરાનગતીનાં કિસ્સાનો કોઇ પાર નથી. ગઇકાલે જ વ્યાજાતંકને કારણે અમરેલીનાં યુવકે જીવ આપ્યો હતો, તો આવો જ કિસ્સો રાજકોટમાંથી પણ સામે આવ્યો છે. વ્યાજ નહીં તો ઉધરાણી, ચોરનો ભાઇ ધંટી ચોર જેવી આ ઘટનામાં બિલ્ડરનું નામ સામે આવી રહ્યું છે. એક બિલ્ડરનાં ત્રાસનાં કારણે એક […]

Gujarat Rajkot

ગુજરાતમાં વ્યાજાતંક અને નાના મોટા વેપારીઓને દબંગો દ્વારા કરવામાં આવતી હેરાનગતીનાં કિસ્સાનો કોઇ પાર નથી. ગઇકાલે જ વ્યાજાતંકને કારણે અમરેલીનાં યુવકે જીવ આપ્યો હતો, તો આવો જ કિસ્સો રાજકોટમાંથી પણ સામે આવ્યો છે. વ્યાજ નહીં તો ઉધરાણી, ચોરનો ભાઇ ધંટી ચોર જેવી આ ઘટનામાં બિલ્ડરનું નામ સામે આવી રહ્યું છે. એક બિલ્ડરનાં ત્રાસનાં કારણે એક નાનકડા વ્યાપારી દ્રારા જીવન ટુંકીવી લેવામાં આવ્યું છે.

જી હા, રાજકોટના ગોકુલધામ રોડ પર દ્વારકાધીશમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા રાકેશભાઈ રમેશભાઈ ધારૈયા (ઉ.વ.42)એ ત્રણ દિવસ પહેલા ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં બિલ્‍ડર જમન છગનભાઈ કનેરીયાનો ત્રાસ જવાબદાર હોવાનું ખુલતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ,  રાકેશભાઇએ આ બિલ્‍ડરનું ફર્નિચરનું કામ રાખ્‍યું હતું. તેનો માલ પણ બાકીમાં ખરીદ્યો હતો.પરંતુ બિલ્‍ડરે કામની કિંમત વધી ગઈ છે તેમ કહી મજૂરીના કે માલના પૈસા ન આપી ટોર્ચર કરતાં મરવા મજબૂર થયાનું તપાસમાં સામે આવ્‍યું છે. રાકેશભાઇએ એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે બધાને ખુશ કરવામાં હું ફસાતો ગયો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

બિલ્ડરના ત્રાસ મામલે રાકેશભાઇની પત્ની શોભનાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે, મારા પતિ રાકેશભાઈ ધારૈયા ફર્નિચરનું કામ કરતાં હતા. 11 ફેબ્રુઆરીના રોજ સાજે હું મારા દિયર આનંદભાઈના ઘરે કોઠારીયા રોડ કિરણ સોસાયટીમાં હતી ત્‍યારે મારા દીકરા બ્રિજેશે ફોન કરીને કહ્યું હતું કે પપ્‍પા પડી ગયા છે, ઉલ્‍ટી કરે છે તું જલ્‍દી ઘરે આવ. જેથી હું ત્‍યાંથી ઘરે આવી હતી. મારા પતિને વ્રજ હોસ્‍પિટલમાં લઇ ગયા હતા. ત્‍યાંથી વધુ સારવાર માટે વોકહાર્ટમાં લઇ જવામાં આવ્‍યા હતાં. રસ્‍તામાં તેઓ કંઇ બોલી શકતા નહોતા. પુત્ર બ્રિજેશે મને કહ્યું હતું કે પપ્‍પાએ ઘરે આવીને દવા પી લીધી છે. પતિએ સારવાર દરમિયાન વોકહાર્ટ હોસ્‍પિટલમાં દમ તોડી દીધો હતો.

‘બધાને ખુશ કરવા છતાં હું ફસાતો ગયો, મને ગલત ન સમજતાં’ – અંતિમ ચીઠ્ઠી

રાકેશભાઇએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘સૌને જયશ્રીકૃષ્‍ણ જય માતાજી. હું રાકેશ જિંદગીથી કંટાળી પગલું ભરૂ છું, ખૂબ જ થાકી ગયો છું. હવે આરામ કરવા માંગુ છું. બધાને ખુશ કરવામાં હું ફસાતો ગયો, મને ગલત ન સમજતા. એક બે કામમાં ફસાઇ જતાં નુકસાન થયું છે. જમનભાઇ વ્રજ પેલેસવાળાનું 1,40,000નું કામ રાખેલ ને બે સવા બેનો હિસાબ થાય છે, હવે ટોર્ચર કરે છે. વાત થઈ તી કામની એનાથી વધારે કામ વધી ગયું. મેં કોઈ વસ્‍તુની ના નથી પાડી ઠીક છે. બ્રિજેશ તેજસ તારી મમ્‍મીનું ધ્‍યાન રાખજો, એને દુઃખી થવા ન દેતાં. મને માફ કરશો હું રીતે જઈ રહ્યો છું. ભાઈ આનંદ માફ કરજે, છોકરાવનું ધ્‍યાન રાખજે. શિવ લેમિનેટવાળા અશોકભાઇ મારા ભાઇથી વિશેષ છે, મારૂ ખૂબ રાખ્‍યું છે. અશોકભાઈ માફ કરજો હવે તમને જવાબ દેતા થાકી ગયો છું. કોઇ દિવસ કંઇ પણ તમે બોલ્‍યા નથી. જરૂરથી વધારે તમારો ઉપયોગ કર્યો છે. કોઇ દિવસ તમે માલની ના નથી પાડી. હું કોઇ દિવસ ટાઇમ પર પૈસા આપી શક્‍યો નથી. મને માફ કરશો, તમારા જેવી વ્‍યક્‍તિ દુનિયામાં નહીં થાય. અશોકભાઇ મારી પાસે બીજો કોઇ રસ્‍તો નથી.’

‘સીપી સાહેબને તમને વિનંતી કે મારા પરિવારને કોઈ હેરાન ના કરે…’ – અંતિમ ચીઠ્ઠીમાં રાજકોટ CPને કરી વિનંતી

રાકેશભાઇએ આગળ લખ્‍યું છે કે, ‘પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ તમને વિનંતી કે મારા પરિવારને કોઇ હેરાન ના કરે. જેને પૈસા આપવાના છે તેને આપી દીધેલ છે. વધારે પૈસા માટે મારા ગયા પછી મારા પરિવારને કોઇ હેરાન ન કરે. રાજકોટના ઉદ્યોગપતિ, સેવાકીય સંસ્‍થાઓને નમ્ર અપીલ કે મારો મોટો દીકરો બ્રિજેશ ભણવામાં હોશીયાર છે, પ્‍લીઝ તેને મદદ કરશો. પાટીદાર ધાણાદાળવાળા અનિલભાઇ મારા પરિવારનું ધ્‍યાન રાખજો. તમે ખૂબ જ સેવાકીય પ્રવૃતિ કરો છો એટલે તમને ભલામણ કરૂ છું. શોભા મને માફ કરી દેજે. મારા હિસાબે હવે તને કે છોકરાવને હેરાન નહી થવા દઉ. હિમત રાખજે, છોકરાવનું ધ્‍યાન રાખજે. હું સદાય તારી પાસે છું. બે ચાર વર્ષની વાર છે પછી છોકરા તૈયાર થઇ જશે. અનિલભાઇ (ધાણાદાળવાળા) મારા છોકરાવનું ધ્‍યાન રાખજો, તમને એનું વળતર આપી દેશે. મારા છોકરાવને હમેંશા રાજાની જેમ રાખ્‍યા છે. મને માફ કરશો.’

રાકેશભાઈએ વધુમાં લખ્યું છે કે, ‘બ્રિજેશ, તેજસ, શોભા, આનંદ, હેતલ મારી પાછળ કોઇ ખોટા ખર્ચા કે વિધિ કરતાં નહીં, કોઈ શોક રાખતા નહીં, તેની કોઇ જરૂર નથી. એક્‍ટીવાની બુક મનિષભાઇ આહિર પાસે છે તે લઇ લેજો. હું થાકી ગયો છું. મારે આરામ કરવો છે. સૌ કોઇ માફ કરજો. શોભા કપડા પહેરવામાં કોઇ બદલાવ ન કરતી, હું સદાય તારી સાથે જ છું. હિંમત ન હારતી. મેં કોઇ દિવસ કોઇનું ખરાબ નથી કર્યું, પણ મારી સાથે આવું કેમ થાય છે તે મને ખબર નથી. આ દુનિયા એ મારા ભોળપણ અને સચ્‍ચાઇનો ખુબ જ લાભ લીધો છે તેનું દુઃખ છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ મારા પરિવારને મદદ કરજો. સુરત ડાયમંડ કિંગ મહેશભાઇ સવાણી, સવજીભાઇ ધોળકીયા તમારો મોટો ફેન છું. મારે તમારી જેમ બિઝનેસ કરવો હતો. પરંતુ સફળતા ન મળી, નસીબે સાથ ન આપ્‍યો. તમને રિક્‍વેસ્‍ટ કરૂ છું કે મારા પરિવારને મદદ કરશો. થઇ શકે તો માફ કરશો…સૌને જયશ્રી કૃષ્‍ણ.’

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.