સામગ્રી
1 કપ આખો બાજરો
અડધો કપ મગની દાળ
ટમેટા જીણા સમારેલ
બારીક સમારેલી ડૂંગળી
1 ચમચી લીલું લસણ
1 ચમચી આદુ-મરચાની પેસ્ટ
મીઠો લીમડો
બટેટા
ગાજર
કેપ્શીકમ
લીલા વટાણા
લીલી તુવેર
એક ચમચી કાશ્મીરી મરચુ
તમાલ પત્ર, સુકુ લાલ મરચુ વઘાર માટે
બનાવવાની રીત
સૌ પહેલા તમેં બાજરીને ગરમ પાણીમાં પલાળવા મૂકી દો ત્યાં સુધીમાં બાકી બધા શાકને સાફ કરી ને રાખી મુકો. હવે કુકરમાં તેલ અને ચમચી ઘી નાખી તેનો વઘાર કરવા મૂકી દો.
ત્યારબાદ તેમાં આદુ-મરચા, તમાલ પત્ર, સુકુ લાલ મરચુ નાંખો, લીલુ લસણ અને ડૂંગળી સાંતળો. ત્યારબાદ થોડી વાર પછી બીજા શાક નાંખો અને પછી બાજરી અને દાળ નાંખીને કુકરમાં ત્રણ વ્હીસલ થાય ત્યાં સુધી પકાવો.
તો તૈયાર છે ગરમ ગરમ ખીચડી..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
