પંજાબના સંગરૂરથી એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. અહીં ખાનગી શાળાની વાનમાં અચાનક આગ લાગવાના કારણે 4 બાળકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે વાનમાં આગ લાગી ત્યારે આસપાસના ખેતરોમાં કામ કરતા લોકોએ 8 જેટલા બાળકોને બચાવી લીધા છે.

મૃત્યુ પામેલા બાળકોની ઉંમર 4 થી 5 વર્ષની હોવાનું જણાવાયું છે. આ ઘટના બપોર પછી બની છે, સ્કૂલની વાનમાં સવાર બાળકો ઘરે જતા હતા તે સમયે આગ લાગી છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વાનમાં અચાનક વિસ્ફોટ થયો છે અને આગ લાગી છે, એવી આશંકા છે કે સ્કૂલ વાન એલપીજી સિલિન્ડરથી ચલાવામાં અવી રહી હતી, જો કે આ વાતની પુષ્ટિ થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
